આગામી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ હાલોલ ખાતે જિલ્લા ક્ક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે

હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ દ્વારા અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલના માધ્યમથી જિલ્લા કક્ષાના ઔધોગિક રોજગાર ભરતીમેળો તારીખ:૩૦-૦૯-૨૦૨૩ ના રોજ સવારે:૧૦:૩૦ કલાકે સરકારી પોલીટેકનીક કોલેજ, હાલોલ કંજરી રોડ, પ્રાંત કચેરી પાછળ,તા.હાલોલ. જિ.પંચમહાલ ખાતે યોજાશે. ૧૮ થી ૩૨ વય ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે એસોસિએટ ટ્રેની, રિલેશનશિપ મેનેજર , ઈવેલ્યુટર, કસ્ટમર કેર મેનેજર , સેલ્સ , ઓફીસ આસિસ્ટન્ટ , ડીપ્લોમા એપ્રેન્ટીસ ટ્રેની , ફાઈનાન્સ પ્લાનર , ફીટર , વેલ્ડર , કંપની એપ્રેન્ટીસ વગેરે જગ્યાઓ માટે એસ.એસ.સી, એચ.એસ.સી, ડીપ્લોમા તથા સ્નાતક (ગ્રેજ્યુએટ) લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પંચમહાલ,વડોદરા, અમદાવાદ જિલ્લાના નોકરીદાતાશ્રીઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી રોજગારીની તક આપવામાં આવશે. ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે પંચમહાલ જિલ્લાના યુવાનો,યુવતીઓને અનુરોધ કરતા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here