છોટાઉદેપુર શહેર અને જિલ્લામાં તા.૨૩ એપ્રિલ સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મતદાર યાદીમાં નામ નોંધાવી તમે પણ બનો મતદાર !

તા.૧ લી એપ્રિલ – ૨૦૨૩ સુધીમાં અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તો પણ મતદાર યાદીમાં નોંધણી માટે અરજી કરી શકાશે

શહેર જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે તા. ૧૬ અને ૨૩ એપ્રિલના રોજ ખાસ ઝુંબેશ યોજાશે

છોટાઉદેપુર શહેર અને જિલ્લામાં તા.૦૧.૦૪.૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.ર૩.૦૪.૨૦૨૩ સુધી યોજવામાં આવ્યો હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર બી ચૌધરીએ જણાવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૬.૦૪.૨૦૨૩ અને તા.૨૩,૦૪,૨૦૨૩ બને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન શહેર જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોના મતદાન મથક ખાતે ખાસ ઝુંબેશ દરમિયાન હક્ક, દાવા, વાંધા અરજી સ્વીકારવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદારયાદીમાં નામ દાખલ કરવુ બાકી હોય તો નિયત નમૂના ફોર્મ નં.૬
ભરીને રજૂ કરી શકે છે.
આ કાર્યક્મમાં તા.૧,૦૪,૨૦૨૩ના રોજ કે તે પહેલા જેમનાં ૧૮ વર્ષ પુરા થયા છે એટલે કે જેનો જન્મ તા.૧.૦૪ ૨૦૦૫ કે તે પહેલા થયો હોય તેઓ પણ પોતાનુ નામ મતદારયાદીમાં નોંધવા ફોર્મ ન. ૬, નામ કમી માટે ફોર્મ નઝ ફોટો/વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ નં.૮, આધારકાર્ડ લીંક માટે ફોર્મ ૬(ખ) ફોર્મ ભરવાનું રહેશે.
મતદારોને આ તમામ સુવિધાઓ www.nvsp.in અને www.nterportal.eci.gov.in જેવી વેબસાઈટ અને વોટર હેલ્પલાઇનની મોબાઇલ એપ મારફત પણ પ્રાપ્ત કરી શકશે. ઉપરાંત જિલ્લાના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર કોલ કરીને પણ વિગતે માહિતી મેળવી શકાશે. જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મતદાર નોંધણી, ચકાસણી કે ફેરફારની અરજી માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. નાગરિકો વોટર હેલ્પલાઈન એપ અથવા www.nsp.in થકી ઓનલાઈન સુવિધા મેળવી શકે છે. તદઉપરાંત રૂબરૂમાં અરજી આપવા માટે પ્રાંત અધિકારીની કચેરી, મામલતદારની કચેરી અથવા કલેક્ટર કચેરીનો પણ સંપર્ક કરી શકાશે.
ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.૧૬.૦૪.૨૦૨૩ અને તા.૨૩.૪.૨૦૨૩(રવિવાર)ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન શહેર જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદા ખાતે બુથ લે ઓફિસર ઉપસ્થિત રહેશે. જયા મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે દસ્તાવેજો સાથે રજૂ કરી શકાશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here