અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસે બિન અધિકૃત રીતે માદક પદાર્થ ૬.૨૬૯ ક્રિ.ગ્રામ ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા..

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ સુત્રો થકી મળતી માહિતી મુજબ જી.કે.વહુનીયા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા અરવલ્લી મોડાસા તથા એસ.ઓ.જી , સ્ટાફના માણસોએ તા .૧૨ / ૦૩ / ૨૦૨૨ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ ઇસમોની હિલચાલ આધારે , મોજે મોડાસા , ડીપ વિસ્તાર સીધ્ધી વિનાયક મંદિર નજીકથી આરોપી નં . ( ૧ ) દિનેશભાઇ મોહનભાઇ પુરોહીત રહે.મોડાસા , મકાન નંબર .૧૧ ર , દેવભૂમી સોસાયટી , સીધ્ધીવિનાયક મંદીર પાછળ , તા.મોડાસા , જી.અરવલ્લી તથા આરોપી નં . ( ર ) ઘનશ્યામ રાજુસિંહ પુરોહીત રહે.મોડાસા , ૨૨૮ , માણેક બાગ સોસાયટી , રામપાર્ક સોસાયટી પાસે , તા.મોડાસા , જી.અરવલ્લી નાઓ પોતાના કબજાના હોન્ડા એકટીવા નંબર GJ 31 B 4300 કિ.રૂ .૨૫,૦૦૦ / -ની ઉપર આરોપી નં . ( ૩ ) જીતુભાઇ હીરાભાઇ ચૌધરી રહે.ધવા , તા.જી.જોધપુર રાજસ્થાન નાઓ પાસેથી મેળવી આરોપી.નં . ( ૪ ) રાહુલ ગોધારી ( બિશ્નોઇ ) રહે.ધવા , ( બિશ્રનોઇ કી ધાની ) તા.જી.જોધપુર રાજસ્થાન નાઓ એક મીણીયાની થેલી કિ.રૂ , ૦૦ / – નીમાં ત્રણ પેકેટ સેલો ટેપ લગાડી તથા એક પ્લાસ્ટીકની થેલીમાં લીલાશ પડતા બદામી રંગનો સુકાઇ ગયેલ ડાળી ડાળખા તથા પુષ્પગુચ્છ સહીતની વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજો કુલ ચોખ્ખુ વજન ૬,૨૬૯ ક્રિ.ગ્રામ જૈન કુલ કિ.રૂ .૬૨,૬૯૦ / – નો આ.નં .૧ નાને આપી જતા આ.નં .૧ અને ર નાઓ મોબાઇલ નંગ .૩ કિ.રૂ .૫૦૦ / – તથા ભારતીય ચલણી નોટો અલગ અલગ દરની કુલ કિ.રૂ.૭૨,૭૧૦૪ તથા એક કાળા જેવા રંગનો થેલો કિ.રૂ .૦૦ / – એમ મળી કુલ મુદામાલ કિ.રૂ .૧,૬૫,૯૦૦ / – સાથે આ.નં .૫ મોડાસા ખાતે રહેતા બીલાલ તથા આ.નં .૬ પ્રાંતિજ ખાતે રહેતા એક મોબાઇલ ધારકને આપવા સારૂ ઉભા હતા તે દરમ્યાન મળી આવી પકડાઇ જઇ તમામ આરોપીઓએ એકબજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય , ઉપરોક્ત ઇસમો વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮ – સી , ૨૦ ( બી ) , ૨૯ મુજબ કાયદેસર તપાસ થવા ફરીયાદ કરવામાં આવેલ છે . આમ એસ.ઓ.જી.શાખા અરવલ્લી મોડાસા દ્વારા ગે.કા અને બિન અધિકૃત રીતે માદક પદાર્થ ગાંજાનો કેસ શોધી બે ઇસમોને ઝડપી લેવાની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here