અરવલ્લી જિલ્લામાં સરકારની યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

વિધવા સહાય યોજનાથી ઈન્દુબેન સ્વતંત્ર રીતે સુખમય જીવન જીવે છે

રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનથી જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે.

અરવલ્લીના ધનસુરા ગામમાં રાજ્ય સરકારની અનેક યોજનાના લાભ મળ્યા છે. જેમાં ઈન્દુબેન વાળંદને વિધવા સહાય યોજનાનો લાભ મળ્યો છે અને તેનાથી તે પોતાના દવા અને ઘરના ખર્ચા પુરા કરીને સારી રીતે જીવન વ્યતિત કરી રહ્યા છે. આ લાભ મળવાથી તેમણે સરકારનો આભાર માન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here