અરવલ્લી : આદર્શ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરશ્રીને સિવિલ હોસ્પિટલના નિર્માણનું કામ ઝડપથી થાય તે બાબતે રજૂઆત કરવામાં આવી…

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

મળતી માહિતી મુજબ તારીખ ૧૪/૦૬/૨૦૨૨ મંગળવારે આદર્શ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અરવલ્લી જિલ્લાના કલેકટરશ્રી ને સિવિલ હોસ્પિટલના નિર્માણનું કામ ઝડપથી થાય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી, ટ્રસ્ટ ના પ્રમુખ ડો.ઈફતેખાર મલેક સાહેબ, સેક્રેટરી અહેમદભાઈ ઝાજ અને ટ્રસ્ટી ઇબ્રાહીમભાઇ પટીવાલા અને અલીમુહમ્મદ મલેક આ ડેલીગેશન ના સભ્યો તરીકે હાજર રહ્યા અને અરવલ્લી જિલ્લાના નાગરિકોને સિવિલ હોસ્પિટલ ના અભાવે ભોગવવી પડતી વિવિધ મુશ્કેલીઓ થી સાહેબશ્રી ને અવગત કરાવી ઘટતું કરવા વિનંતી કરી હતી.
જીલ્લા કલેકટર સાહેબશ્રી ધ્વારા રજૂઆતને ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો. સિવિલ હોસ્પિટલના કામકાજ સંદર્ભે જરૂરી બધી ઔપચારિકતાઓ અને પ્રક્રિયાઓ થઈ ગયેલ છે અને ખૂબ જ ટૂંક સમયમાં હોસ્પિટલનું કામકાજ શરૂ થઈ જશે તેવી બાહેધરી આપી હતી.
કલેકટર સાહેબે આદર્શની કામગીરી બાબતની વિસ્તૃત જાણકારી પણ મેળવી અને સંતોષ વ્યક્ત કર્યો તથા ભવિષ્યમાં સરકારની વિવિધ યોજનાઓ માટે એક સારી એનજીઓ તરીકે આદર્શ સંસ્થા સહયોગ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. સંસ્થાના હોદ્દેદારો આ બાબતે નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here