અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં માનનીય મંત્રીશ્રી ભીખુસીહંજી પરમારની ઉપસ્થિતિમાં મોડાસા બસ ડેપો ખાતેથી ૩ નવીન બસોને લીલી ઝંડી આપવામાં આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

રાજ્ય સરકારના GSRTC દ્વારા ,(૧)મોડાસા-સતાધાર,
(૨)ઉન્ડવા-અમદાવાદ-ખંભાળિયા,(૩)મેઘરજ- અમરેલી, ત્રણ બસ શરૂ કરવામાં આવી

ગુજરાતના નાગરિકોને તમામ શહેર તાલુકા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં અવર જવર માટેની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના GSRTC દ્વારા આજે મોડાસા એસ.ટી. બસ સ્ટેન્ડથી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અને નગરપાલિકા પ્રમુખશ્રી મોડાસા,નીરજભાઈ શેઠની હાજરીમાં ૩ નવીન બસોને લીલી ઝંડી આપી હતી.

અરવલ્લીથી અનેક રૂટની બસની સગવડતા લોકોને મળે છે.તે સાથેજ રાજ્ય સરકારના GSRTC દ્વારા ,(૧)મોડાસા-સતાધાર,(૨)ઉન્ડવા-અમદાવાદ-ખંભાળિયા,(૩)મેઘરજ- અમરેલી, ત્રણ બસ શરૂ કરવામાં આવી છે.મંત્રીશ્રીએ બસ ડેપોના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ નિયમિત અવરજવર કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here