અમદાવાદ મહાનગરપાલિકાની સ્વચ્છતા અભિયાનની કામગીરી માત્ર કાગળ પર !!!

અમદાવાદ,(આરીફ દીવાન) :-

જમાલપુર વિસ્તારમાં ગંદકીના ગંજ રોગચાળાનો ગંભીર ભંય વાહ રે વિકાસ…”

ગુજરાતમાં મોટા ભાગે વિકાસ માત્ર કાગળ પર થયો હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગુજરાતના મેગાસિટી એવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન નો અભાવ હોય એવુ મોટાભાગે સ્થાનિક મતદાર પ્રજા પોતાના વિસ્તારમાં ગંદકી સમયસર સાફ સફાઈ ના થતી હોય તેથી પરિચિત થયા છે ત્યારે વિકાસની વાતો કરનારા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગે મહાનગરપાલિકામાં ભાજપના ગઢ બન્યા છે ત્યારે તેની મજબુતાઈ મતદાર પ્રજામાં કાયમી ટકી રહે તે માટે પ્રજાહિત કાર્ય કરવું જરૂરી બન્યું છે.
વિકાસની માત્ર વાતો કરનારા નેતાઓને ક્યારે બદલી નાખવામાં આવે છે એ તો તાજેતરમાં જ મોટાભાગના રાજકારણી નેતાઓ અનુભવી ચૂક્યા છે ભવિષ્યમાં મહાનગરપાલિકામાં નો રીપીટ પ્રથા ચાલુ થાય તે પહેલા પ્રજાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવાના અને પ્રજાના વિકાસ લક્ષી કામો ઝડપી પ્રજાહિત કાર્યો કરવા જોઈએ સ્વચ્છતાનો અભાવ સતત રહ્યો હોય તેવા સમયે તત્કાલ સાફ સફાઈ કામગીરી હાથ ધરી લોકોને માંદગીનો ભોગ ન બને તે પહેલા સ્વચ્છતા અભિયાન અર્થે કરવું જોઈએ હાલ માત્ર વિકાસ વિકાસ ની વાતો કરનાર ને સાઈડમાં રહેવાનો વારો આવે તે પહેલા પ્રજા હિત લક્ષી અમદાવાદ શહેર જે મેગા સીટી જાણીતુ રહ્યું છે ત્યારે તેને ગંદકીથી બદબુદાર દાગ દાર કરવાના બદલે ચૂંટાયેલા કોર્પોરેટરોની ઈમેજ પ્રતિષ્ઠા પ્રજામાં કાયમી ટકી રહે તેમ પ્રજાના પ્રશ્નોને ધ્યાને રાખી પ્રજાહિત કાર્ય કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે તે આજના ડીજીટલ યુગ માં લાગણી અને માંગણી જન્મી છે અમદાવાદ મેગાસિટી ના જમાલપુર વિસ્તારમાં ગંદકીના ગંજ સ્વચ્છતા હાથ ધરી કમલ બતાવી દેવું જોઈએ હાલમાં ગંદકી જાહેર માર્ગ પર તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here