અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ 103 કુલ.મુ. કિ. રૂ.20370/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ  પો.સબ.  ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ અલ્પેશભાઈ ,તથા અ.પો.કો.ઇશ્વરભાઇ નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબાજી ગામે રહેતા હર્ષદગીરી મણિગીરી ગોસ્વામી નઓના રહેણાંક મકાનમા  બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ની  બોટલ નંગ 103 કિ.રૂ.20370/- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી ઘરે હાજર મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here