અરવલ્લી જિલ્લાના કડિયા કાજલબેનને મળ્યો કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળતા લગ્નપ્રસંગ દીપી ઉઠ્યો

કુંવરબાઇના મામેરૂ યોજના હેઠળ અનુસૂચિતજાતિ કલ્યાણ વિભાગ અરવલ્લી તરફથી આર્થિક સહાય તરીકે રૂ.૧૨૦૦૦/- મળ્યા

દિકરી મારી વ્હાલનો દરિયો… જીવનભર છલકાય…માત-પિતાનું જીવન ધન્ય થઈ જાય…દિકરી મારી લક્ષ્મીનો અવતાર.. ઉક્ત પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરતી પિતા કાલિદાસભાઈ કડિયાની ઇચ્છાને રાજ્ય સરકારની કલ્યાણકારી એવી કુંવરબાઈનું મામેરું યોજનાનો સહકાર મળ્યો.રાજ્ય સરકાર કાલિદાસભાઈ કડિયા જેવા અનેક પિતાઓ માટે પોતાની કાળજાના કટકા સમાન વ્હાલસોઈ દીકરીના કરિયાવર માટે કુંવરબાઈ મામેરું યોજના લઈને વ્હારે આવે છે

અરવલ્લી જિલ્લાના કાજલબેન કડિયા જણાવે છે,રાજય સરકાર તરફથી અનુ. જાતિ અને આદિજાતિ કન્યાઓના લગ્ન પ્રસંગ બાદ દીકરીઓને “કુંવરબાઇના મામેરૂ” યોજના હેઠળ આર્થિક સહાય મળી શકે તેવુ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તરફથી જાણકારી મળતાં તેઓ તરફથી નિયત વિધી પૂર્ણ કરી અમોને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અરવલ્લી તરફથી આર્થિક સહાય તરીકે રૂ.૧૨૦૦૦/- મળ્યા હતા. જેના દ્વારા હું મારા લગ્ન પ્રસંગમાં ઘર વપરાશનો સામાન તથા મારા પિતાને તેઓએ લીધેલ આર્થિક સહાયમાં મદદરૂપ થઇ શકી તે બદલ હું સરકારનો દિલથી આભાર માનું છું.

અરવલ્લી જિલ્લામાં કુંવરબાઈનુ મામેરુ યોજના અંતર્ગત ૧૪૯ દીકરીઓને લાભ મળ્યો છે.કુંવરબાઈનું મામેરું યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને નારી ગૌરવનો સોનેરી સુરજ ઉગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here