સ્પેશ્યલ લેપ્રસી પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જિલ્લામાં શંકાસ્પદ ૮૪ પૈકી ૦૩ લેપ્રસીના કેસો કન્ફર્મ થયા

સ્પેશ્યલ લેપ્રસી પ્રોગ્રામ અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ
૦૭ (સાત)તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ઘોઘંબા તાલુકાના રીંછવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાંગરવા અને જોરાપુરા ગામમાં એક – એક એમ કુલ ૨ (બે)લેપ્રેસીના એમ.બી. કેસ મળ્યા હતા.જે કેસને ડૉ.અરુણકુમાર (એમ.ઓ.લેપ્રસી) દ્વારા કન્ફર્મ કર્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત મોરવા હડફ તાલુકાના પ્રા.આ.કે. સંતરોડના વાડી માતરીયા ગામ ખાતે પણ ૦૧ (એક) પી.બી. કેસ મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાંથી કુલ ૮૪ (ચોર્યાશી) શંકાસ્પદ લેપ્રસી કેસ નોંધાયેલ હતા,જેમાંથી કુલ ૩ (ત્રણ) કેસ કન્ફર્મ થયેલ છે,જેઓની સારવાર ચાલુ કરેલ છે. સર્વે દરમિયાન જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરનાશક કામગીરી કરી હતી તથા લોકોને લેપ્રસી બાબતે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here