રાજકોટ અગ્નિકાંડને લઈ લોકસભા ના પરિણામ આવે ત્યારે ભાજપના ઉમેદવારોની જીતને સાદગી થી ઉજવવા પ્રદેશ પ્રમુખે પત્ર લખ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

લોક સભા ચૂંટણીના પરિણામોની રાહ જોવાઇ રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખે લખ્યો પત્ર

ફટાકડા કે મીઠાઈઓ લાવવી નહીં…: રાજકોટ અગ્નિકાંડને પગલે જીતની ઉજવણી નહીં કરે ભાજપ દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ રાજકોટમાં અગ્નિકાંડના કારણે અનેક પરિવારોમાં માતમ છવાયો છે. આ દરમિયાન ગુજરાત ભાજપે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ચોથી જૂને ચૂંટણીના પરિણામના દિવસે જીતની ઉજવણી કરવામાં આવશે નહીં. ભાજપે કાર્યકર્તાઓને સૂચના આપી છે કે, ‘ફૂલની પાંદડી-ગુલાલ ઉડાડવા નહીં, એકબીજાને મીઠાઇ ખવડાવી નહીં, ફટાકડા પણ ફોડવા નહીં’ સાદગીથી ઉજવણી કરવા ભાજપની સૂચના પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોને ઉદ્દેશીને રાજકોટમાં અગ્નિકાંડના પગલે પક્ષના વિજયને સંયમતાથી અને સાદગીથી મનાવવાની સૂચના આપી હતી. વિજય સરઘસ કાઢવા નહીં, ફટાકડા ફોડવા નહીં, એકબીજાને મીઠાઈઓ ખવડાવવી નહીં, ફૂલો અને ગુલાલ ઉડાડીને વિજેતીનું અભિવાદન કરવું નહીં, ઢોલ-નગારા કે ડી.જે વગર ભારત માતા કી જયના નારા સાથે ઉજવણી કરવા સૂચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here