ભરૂચ લોકસભા બેઠકો પર સાંસદ મનસુખ વસાવાનો 87070 મતો થી વિજય

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા વચ્ચે ના જંગમાં ભાજપા નો વિજય

સતત સાતમી વાર ભરૂચ ની લોકસભા બેઠક પર વિજેતા બનતા સાંસદ મનસુખ વસાવા ને ચારેકોર થી અભિનંદન ની વર્ષા

ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી ના સંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રર વસાવા વચ્ચે મંડાયેલા ચૂંટણી જંગમાં આજરોજ ભરૂચ ખાતે મત ગણતરી હાથ ધરાતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવાનો ચૈત્રર વસાવા ની સામે 87,070 મતોથી વિજય થયો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી મા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખરા-ખરીનો જંગ જામ્યો હતો. ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રર વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હોય તેમ જ તેઓની સામે ભારતીય જનતા પાર્ટી એ સતત સાતમી વાર સાંસદ મનસુખ વસાવાને ચૂંટણી જંગમાં ઉતારતા બંને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ ના પણ ખેલ ખેલાયા હતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને વિજય બનાવવા માટે કામે લાગ્યા હતા આ સાથે કોંગ્રેસના કાર્યકરો પણ ચૈતર વસાવાના તરફેણમાં પ્રચાર અને મતદાન કરાવતા નજરે પડ્યા હતા ત્યારે ભારે રસાકસી ભરી આ ચૂંટણીમાં કોઈ નવાજૂની થશે ના એંધાણ વર્તાઈ રહ્યા હતા, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પોતાની આખા બોલી અને પોતાની સ્વચ્છ છબી થી મતદારોમાં એક અનેરુ આકર્ષણ ઉપસ્થિત કર્યું હોય ને મતદારોને પોતાના તરફે આકર્ષિત કરવામાં સફળ રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાને 2024 લોકસભાની ચૂંટણીમાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. એક તરફે ગુજરાત માં ચાલતા ક્ષત્રિય સમાજ ના આંદોલન કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો તમામ સ્તરે ભારે વિરોધ કરી રહ્યો હતો બીજી તરફે આદિવાસી વિસ્તારોમાં કાર્યરત આદિવાસી એકતા પરિષદ ના આગેવાનો પણ સાંસદ મનસુખ વસાવાને હરાવવા માટે મેદાને પડ્યા હતા ત્યારે આ તમામ પરિબળો નો મક્કમતાથી સામનો કરી સાંસદ મનસુખ વસાવા પોતાની સ્વચ્છ છબી થી એક અંનેરી પ્રતિભા ધરાવતા હોય ને ભરૂચ લોકસભા બેઠક પર વિજય બનવામાં સફળ રહ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખ વસાવાને 6,05,489 મત પ્રાપ્ત થયા હતા જ્યારે તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને 518419 મત પ્રાપ્ત થયા હતા. આમ સાંસદ મનસુખ વસાવાનો ચૈત્રર વસાવા સામે 87070 મતે વિજય થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here