બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ તા. ૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં અસલ બિલ સહિત સાધનિક કાગળો રજૂ કરવા

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કરેલી ઓનલાઈન અરજીઓને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પૂર્વમંજૂર કરી દેવામાં આવી છે. જે ખેડૂતોને અરજી માટે પૂર્વ મંજૂરી મળી છે, તેમના સહાય કેશોના ખર્ચ બિલો સ્વીકારવાની અંતિમ તા. ૩૦/૦૬/૨૦૨૪ હોવાથી તમામ ખેડૂતોએ સદર તારીખ સુધીમાં જરૂરી અસલ બિલો સહિત સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગોધરા (રૂમ નં. ૯ થી ૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ) ખાતે રજૂ કરવાના રહેશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here