બકરી ઈદને લઈ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે આજરોજ બકરી ઈદ ને લઈ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા બોડેલી સી પી આઈ એસ આર ગામીત દ્વારા મિટિંગ લેવામાં આવી હતી જેમા નસવાડીના ગ્રામજનો ભેગા થયા હતા અને સી પી આઈ દ્વારા જણાવવામાં આવ્યુ કે શાંતી પૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવી અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે તહેવારની ઉજવણી કરવી આમ તો નસવાડી ગામ એક આદર્શ ગામ ની છબી ધરાવે છે જે વર્ષોથી દરેક કોમના વ્યક્તિઓ ભાઈચારા થી રહેછે અને તમામ તહેવારોની ઉજવણી ભેગા મળી ઉજવે છે દિવાળી હોય હોડી હોય કે પછી ઈદ હોય દેશના તમામ તહેવારો નસવાડી ગામની પ્રજા ભેગી મળી ઉજવતી હોય છે પરંતુ બકરી ઈદ નો તહેવાર નજીક આવી રહ્યો છે તેને ધ્યાને લઈ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને ગ્રામજનો આ મિટિંગ મા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here