પંચમહાલ જિલ્લા તથા તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

કુલ ૨૧,૩૧૪ કેસો પૈકી ૫૭૨૭ કેસો લોક-અદાલત થકી પૂર્ણ કરાયા

આજ રોજ તા.રર.૦૬.૨૦૨૪ના શનિવારના રોજ નાલ્સા, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ પંચમહાલ-ગોધરા જીલ્લા તથા તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય લોક-અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં જુદી-જુદી ફોજદારી,દિવાની તથા એમ.એ.સી.ટી.ટ્રીબ્યુનલ,ફેમીલી કોર્ટમાં દિવાની તથા ફોજદારી સમાધાન લાયક કેસો મુકાયા હતા.આ ઉપરાંત વીજ કંપની, મોબાઈલ કંપની, બેંક જેવી સંસ્થાઓ ધ્વારા પણ પ્રિ-લીટીગેશનના કેસો મૂકવામાં આવેલ હતા. જેમાં તમામ કેટેગરીના મળી કુલ- ૨૧,૩૧૪ કેસો મૂકવામાં આવેલ હતા તે પૈકી કુલ -૫૭૨૭/ કેસો લોક-અદાલત તથા સ્પે.સીટીંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવેલ છે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here