પંચમહાલ જિલ્લામાં ૫૭૩ મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ શાળા પ્રવેશોત્સવનો બીજો દિવસ:’ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની

જિલ્લાની ૪૬૪ પ્રાથમિક અને ૭૮ માધ્યમીક શાળાઓમાં ૧૮૧૧ બાળકો આંગણવાડી,૬,૭૪૭ બાલવાટિકા અને ૪,૧૦૯ બાળકોનું ધોરણ ૧માં નામાંકન થયું

૩૭૯ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવાયા તથા ૪૨ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરૂઆત કરાઈ

કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે આજરોજ બીજા દિવસે પંચમહાલ જિલ્લામાં કુલ ૧૨,૬૬૭ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી,સર્વ ધારાસભ્યશ્રીઓ,રાજ્ય સરકાર તથા જિલ્લાના અધિકારીશ્રીઓ સહિત કુલ ૫૭૩ મહાનુભાવોના હસ્તે જિલ્લાની ૪૬૪ પ્રાથમિક અને ૭૮ માધ્યમીક શાળાઓમાં ૧૮૧૧ બાળકો આંગણવાડી,૬,૭૪૭ બાલવાટિકા અને ૪,૧૦૯ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરાયું છે.

ગોધરા તાલુકાના ગોલ્લાવ ક્લસ્ટરની નવલસિંહની મુવાડી,તલાવ મુવાડા અને રાણાદેવ ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાના અધ્યક્ષસ્થાને ૩૯ બાળકોને બાલવાટિકામાં તથા ૧૧ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ કરાવ્યો હતો.હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રસિંહજી પરમારના હસ્તે પાંચખોબલા, ઢોલીમાર શિવરાજપુર અને ઘાટા પ્રાથમિક શાળા ખાતેથી કુલ ૨૬ બાળકોને બાલવાટિકામાં તથા ૩૪ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ કરાવ્યો હતો. મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે માતરીયા વેજમાં, દિવ્ય જ્યોત વિદ્યાલય અને વેજમાં પ્રાથમિક શાળા ખાતે કુલ ૭૫ બાળકોને બાલવાટિકા તથા ૫૯ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ કરાવ્યો હતો.

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના હસ્તે હાલોલ તાલુકાના તરખંડા ક્લસ્ટર અંતર્ગત શ્રી નારાયણ હાઇસ્કુલ તથા અભેટવા પ્રાથમિક શાળા ખાતે ૫૨ બાળકોને બાલવાટિકામાં તથા ૩૯ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના હસ્તે મોરવા હડફ તાલુકાના સંતરોડ ક્લસ્ટરમાં ખેડા ફળિયા સંતરોડ શાળા, સાલીયા તથા નાટાપુર પ્રાથમિક શાળા ખાતેથી કુલ ૬૮ બાળકોને બાલવાટિકામાં તથા ૧૦૭ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ કરાવ્યો હતો.જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકીના હસ્તે કાલોલ તાલુકાના અડાદરા ક્લસ્ટર અંતર્ગત ત્રણ શાળાઓમાં કુલ ૨૮ બાળકોને બાલવાટિકામાં તથા ૪૨ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ કરાવ્યો હતો.

જિલ્લાના ધારાસભ્યશ્રીઓ,મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા.બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.જિલ્લામાં આજે ધોરણ ૯માં ૬,૫૭૭ વિદ્યાર્થીઓ તથા ધોરણ ૧૦ થી ૧૧માં ૩,૩૫૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.જિલ્લાની ૪૨ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરૂઆત કરવામાં આવી છે.જ્યારે ૩૭૯ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા છે.આજરોજ જિલ્લામાં અંદાજે કુલ ૧૫ લાખ ૩૦ હજાર ૮૫૭ જેટલું લોક સહકાર દાન મળેલ છે જેમાં ૨ લાખ ૮૫ હજાર ૬૫૧ રોકડ તથા અંદાજે ૧૨ લાખ ૪૫ હજાર ૨૦૬ વિવિધ વસ્તુઓના સ્વરૂપમાં દાન મળેલ છે.શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં વૃક્ષારોપણ તથા એસ.એમ.સી કમિટીની બેઠકો યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here