પંચમહાલ જિલ્લાના રેશનકાર્ડ લાભાર્થીઓ વિનામૂલ્યે ઈ-કેવાયસી કરાવી શકશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ વિશ્વગ્રામ ખાતે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક V.C.E મારફત ઈ-કેવાયસી કરાવી શકાશે

નાયબ સચિવ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ ગુજરાત સરકારના ઠરાવ મુજબ તારીખ ૩૧/૦૫/૨૦૨૪ના સંદર્ભથી રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% e-KYC ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ વિશ્વગ્રામ ખાતે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (Village Computer Entrepreneur-V.C.E.) દ્વારા કરવાનું થાય છે.

પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય સ્તરે NFSA તથા NON-NFSA રેશનકાર્ડ ધારકોના e-KYC અંગે આ વિભાગ ધ્વારા વ્યક્તિદીઠ રૂપિયા ૫/- (પાંચ) ખર્ચ ભોગવી ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી સંલગ્ન ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (Village Computer Entrepreneur – V.C.E.) દ્વારા રેશનકાર્ડ e-KYCની કામગીરી માટે રેશનકાર્ડ ધારકો કે તેમના સભ્યો ધ્વારા એક પણ રૂપિયો આપ્યા સિવાય વિનામૂલ્યે (FREE OF COST) e-KYC કરાવવા સબંધિત ગામની ગ્રામ પંચાયત પર જઈ વહેલામાં વહેલા e-KYC પૂર્ણ કરાવી લેવાનું રહેશે.

રેશનકાર્ડ ધારકોના વ્યક્તિદીઠ રૂપિયા ૫/-(પાંચ) લેખે સરકારશ્રી દ્વારા ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી સંલગ્ન ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (Village Computer Entrepreneur-V.C.E.)ને ચુકવવામાં આવશે. જેથી, જે ગામના રેશનકાર્ડ ધારકોએ જે તે ગામની ગ્રામ પંચાયતમાં જઈ વિનામુલ્યે(FREE OF COST) e-KYC પૂર્ણ કરી લેવા પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને નાયબ કલેકટરશ્રી એચ.ટી.મકવાણા દ્વારા એક યાદી થકી
અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here