નસવાડી : રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સદભાવના બેઠકના આયોજનને લઈ ભા.જ.પ.ના તમામ મોરચાના કાર્યકરો હોદ્દેદારોએ યોજી બેઠક

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી સર્કિટ હાઉસ ખાતે ભા.જ.પ.ના તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ની મિટિંગ થઈ જેમાં જિલ્લા મહામંત્રીએ મિટિંગ સંબોધી હતી જેમાં આર.એસ.એસ સદભાવના બેઠકનું આયોજન તા.16/03/2022ના રોજ કરવામાં આવ્યુ છે જેમાં આર.એસ.એસ ના પ્રવક્તા ડો.ઇન્દ્રેશ કુમારજી ઉપસ્થિત રહેવાના છે અને આ બેઠક નર્મદેશ્વર મંદિરની સામે એકતા ઓડિટેરિયમ કેવડિયા કોલોની ખાતે રાખવામાં આવેલ છે જેનો સમય બપોરના 4 વાગ્યા નો રાખેલ છે જેને લઈ છોટાઉદેપુર જિલ્લા ભ.જ.પા ની સૂચના અનુસાર જેટલા મોર્ચાઓ છે જેવા કે ભા.જ.પા આર.એસ.એસ વી.એચ.પી લગુમતી મોરચો આ તમામ હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં ઇન્દ્રેશ કુમારજી સાથે એક સદભાવના બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે અને આ સદભાવના બેઠકમા જવા માટે દરેકને જવાબદારી સોંપવામાં આવી છે વિષેસ માં જિલ્લાના લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે આ બેઠક સફળતા પૂર્વક પુરવાર થાય એના માટે દરેક કાર્યકર્તાઓ એમનુ યોગદાન આપી રહ્યા છે અને ઇન્દ્રેશ કુમારજીને સાંભળીને તમામ કાર્યકર્તાઓ ઉત્સાહિત બનશે અને એમનું માર્ગદર્શન ઘણુ પ્રેરણાદાયી બનશે અને તમામ કાર્યકરોને ઉપયોગી નીવડશે એ આશા સાથે મિટિંગનું આયોજન કર્યું હતુ અને મિટિંગમાં હાજર રહેલા જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર લઘુમતી જિલ્લાના મંત્રી અલતાફભાઈ કુરેશી લઘુમતી જીલ્લાનાં મહામંત્રી અકકુભાઈ મેમણ તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ તાલુકા લઘુમતી મોરચાના કોશાધ્યક્ષ જાવેદભાઈ કુરેશી તાલુકા પ્રમુખ ગોપાલસિંહ આશીષભાઈ દલવાડી જિલ્લા કારોબારી સભ્ય ઝુબેરભાઈ કુરેશી નેશનલ તિરંદાજ દિનેશભાઈ તથા વિશાલભાઈ જયસવાલ તણખલા તથા જશુભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગને સાકાર બનાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here