નસવાડી ખાતે ચાંદશાવલી સરકારના ઉર્સ નિમિતે ખિદમત ગ્રુપ તથા લકી ક્લિનિક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ખાતે ચાંદશાવલી સરકારના ઉર્સ નિમિતે ખિદમત ગ્રુપ તથા લકી ક્લિનિક તથા ગ્રામજનોના સહયોગથી બ્લડ કેમ્પ નું ભવ્ય સરસ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા નસવાડીના ગ્રામજનો તથા તાલુકાના આજુ બાજુ ગામના હિન્દુ મુસ્લિમ ભાઇઓ તથા બહેનો એ મન મુકીને રક્ત દાન કર્યું હતુ સાથે શુદ્ધ લીંબુ સરબત ખિદમત કમિટી દ્રારા રક્તદાન કરવા આવેલ રક્ત દાતાઓ ને પીવડાવવામાં આવ્યુ હતુ અને કમીટીનાં તમામ મેમ્બર અને ગ્રુપના મેમ્બરો આ કાર્યક્રમમા ખડે પગે ઉભા રહી ખિદમત કરી હતી અને વડોદરા ની આયુષ બ્લડ બેન્ક નાં સૌજન્ય થી આ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા આયુષ બ્લડ બેન્ક દ્રારા સર્ટિફિકેટ પણ આપવામા આવ્યુ હતુ.અને ૨૨૩ યુનિટ એકત્રિત થયા હતા જે રક્ત કોઈનો જીવ બચાવી સકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here