નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચથી પણ વધુ વરસાદ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાદોદ તાલુકામાં સૌથી વધુ 43 મિલિમિટર અને ગરૂઢેશ્વર તાલુકામાં સૌથી ઓછો 11મી મી વરસાદ

ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન જિલ્લામાં 23.74 ઈંચ વરસાદ ખાબક્યો

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થતાં નર્મદા જિલ્લા માં ભારે આનંદની લાગણી ફેલાઈ છે ધરતીપુત્ર ખેતીના કામમાં જોતરાયા છે , જ્યારે છેલ્લા બે દિવસથી સતત વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકો એ પણ ગરમીમાંથી રાહત અનુભવી છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં 123 મિલિમિટર જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં તિલકવાડા તાલુકામાં 27 મી મી, ડેડીયાપાડા તાલુકામાં ૨૨ મીટર , સાગબારા તાલુકામાં 20 મી મી, નાંદોદ તાલુકામાં સૌથી વધુ 43 મિલી મીટર જ્યારે સૌથી ઓછો ગરુઢેશ્વર તાલુકામાં 11મી . મી જેટલો વરસાદ ખાબક્યો હતો.

ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન 1 જૂનથી આ જ પર્યંત સુધીની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કુલ 23.74 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ નાદોદ તાલુકામાં 6.81 ઇંચ સૌથી ઓછો ગરૂઢેશ્વર તાલુકામાં 2.05 ઇંચ તિલકવાડા તાલુકામાં 5.47 ઇંચ ડેડીયાપાડા તાલુકામાં 4.61 ઇંચ અને સાગબારા તાલુકામાં 4.80 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારોમાં પણ પૂરતી માત્રામાં વરસાદ વરસતા ખેડૂતો એ પોતપોતાના ખેતરોમાં વાવણી નું કાર્ય આરંભી દીધું છે અને ખેતરમાં ખેડૂતો ખેતીના કામોમાં જોતરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here