ધારાસભ્યની અપીલ બાદ તંત્રની કાર્યવાહી કાલોલ શિશુ મંદીર પાછળ નદીમાંથી રેતી ખનન કરતા ટ્રેકટર અને જેસીબી ખનીજ વિભાગે ઝડપી પાડ્યા

કાલોલ, (પંચમહાલ) લુકમાન ખૂંધા :-

કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સોમવારે કાલોલ સર્કીટ હાઉસ ખાતે જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કરી કાલોલ તાલુકામાં ચાલતા ગેરકાયદેસર રેતી માટી ખનન અને ગેરકાયદેસર ચાલતા ઈંટો ના ભઠ્ઠા સામે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કાયદેસર કાર્યવાહી કરવા અપીલ કરી હતી જેના પરિણમે આજ રોજ બુધવારે સવારે પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કાલોલ ના શામળદેવી પાટિયા પાસે શીશુ મંદીર સ્કુલ પાછળ આવેલ નદી માંથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા એક ટ્રેક્ટર અને એક જેસીબી મશીન રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને આ બંને સાધનો કાલોલ મામલતદાર કચેરીમાં મુકાવ્યા હતા ખાણ ખનીજની ટીમ દ્વારા કાર્યવાહી કરતા કાલોલ નગરમાં અને આસપાસ ના વિસ્તારમાં ખનન કરતા ખનન માફિયાઓ ખનન ની કામગીરી બંધ કરી મામલતદાર કચેરીની આસપાસ ટોળા વળીને એકઠા થયા હતા. ખનીજ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જેસીબી જેના માલિક સુનીલ મનુભાઈ બેલદાર રે કાલોલ તથા એક ટ્રેકટર જેના માલીક સુરેન્દ્ર અનંતલાલ જોશી રે. કાલોલ ના હોવાનુ જણાવેલ બન્ને મળી કુલ રૂ ૪૦ લાખનો મુદામાલ કબ્જે કરી ખાણ ખનીજ વિભાગે કાયદેસર કાર્યવાહી કરી હતી જે સ્થળે થી રેતી ખનન કરતા સાધનો ઝડપાયા છે તે સ્થળે જીપીએસ સિસ્ટમ થી માપણી કરી દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here