શહેરા તાલુકા વહીવટી તંત્રએ 88 જેટલા શ્રમિકોને પોતાના માદરે વતન પરત મોકલ્યા…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શ્રમિકોને શહેરાથી બસમાં બેસાડીને ગોધરા રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી ટ્રેન મારફતે યુપી જવા રવાના કર્યા

વિશ્વ ભ્રમાંડ ઉપર માનવ જીવનના વસવાટ માટે ધરતી એક માત્ર આહલાદ્ક વિકલ્પ છે અને હવે તેના ઉપર પણ કોરના વાયરસ નામક અદ્રશ્ય રાક્ષસે આક્રમણ કરી દીધો છે. કોરોનાનો વાર એટલો તો ઘાતક છે કે આજે દુનિયામાં રહી ચાંદ પર ઘર બનાવવાના સ્વપ્ના સેવતો માનવી નિરાધારની જેમ હાથ પર હાથ મુકીને બેઠો છે. આજે સમય એવો આવ્યો છે કે આત્યાધુનિક ટેકનોલોજી થકી અવનવા આવિષ્કારો શોધનારા વૈજ્ઞાનીકો આજદિન સુધી બે લાખ જેટલા જીવોનો ભોગ લેનાર માનવભક્ષી એવા કોરોનાને નાથવા એક દવાનું ટીપું શોધી નથી શક્યા..!! આવા કપરા સમયમાં ભારતીય સંસ્કૃતિમાં માનનારા સીધા-સાદા ભારતના ગરીબ નાગરિકો ઓગળતા બરફની જેમ રેડાઈ રહ્યા છે. દિન પ્રતિદિન ભારતમાં પણ કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે તેમજ લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ રહેતા રોજ મજુરીકામ કામ કરી પોતાનું પેટીયું રડતા ગરીબો પેટે પાટા બાંધી રહ્યા છે. અને જે લોકો પોતાનું ઘરબાર છોડી પર પ્રાંતમાં આવ્યા હતા એ હવે પોતાના માદરે વતન જવા મજબુર બન્યા છે. જેને ધ્યાનમાં લઇ સરકારે પરપ્રાંતિઓને પોતાના વતન મોકલાવની શરૂઆત કરી દીધી છે. જેથી શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઇંટોના ભટ્ટા સહિતની અન્ય ફેક્ટરીઓ મજુરી કામ કરતા પરપ્રાંતિઓને પોતાના વતન મોકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ શહેરા નગર અને તાલુકાના વિસ્તારમાં પરપ્રાંતીઓ ધંધા રોજગાર માટે આવ્યા હતા જ્યારે લોક ડાઉન થતા આ શ્રમિકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. મામલતદાર કચેરી દ્વારા નગર અને તાલુકાના ઉમરપુર સહિતના ઇંટોના ભઠ્ઠા પરના શ્રમીકોને માદરેવતન પહોંચાડવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરા બસ સ્ટેશન ખાતે એકત્રિત થયેલ 88 જેટલા શ્રમિકોને બસમાં બેસાડીને ગોધરા રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાંથી ટ્રેન મારફતે તમામ શ્રમિકોને યુપી જવા રવાના કર્યા હતા…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here