કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરપાલીકા દ્વારા ધોડા ગ્રાઉન્ડ ખાતે મહાકાળી મંદિર પાસે રાવણ દહન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો નગરપાલીકા ખાતે થી ભવ્ય રેલી કાઢી પાલીકા પ્રમુખ શૈફાલી ઉપાઘ્યાય, ઉપ પ્રમુખ સચીન કાછીયા, કારોબારી અધ્યક્ષ યુવરાજ રાઠોડ અને તમામ કોર્પોરેટરો સહિત ભાજપ નાં જીલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા અને ભાજપ પ્રદેશ કારોબારી સમિતી નાં આમંત્રિત સભ્ય રાજપાલસિંહ જાદવ, પુર્વ શહેર પ્રમુખ નરેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના યુવકો પરંપરાગત રીતે સાફા પહેરીને હાજર રહ્યા હતા પાલીકા પ્રમુખ અને અન્ય આગેવાનો એ પ્રસંગોચિત ઉદ્બોધન કરી નગરજનો ને વિજયા દશમી ની શુભેછા પાઠવી ભવ્ય આતબાજી નો કાર્યક્રમ નિહાળ્યો હતો કાલોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.