નર્મદા : નર્મદા જિલ્લામાં પ્રથમવાર કોરોના પોઝિટિવનો રિપોર્ટ નેગેટિવ આવ્યો….

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ડેડીયાપાડા ની CHC સેન્ટરનાં મેડિકલ ઓફિસર ફાલ્ગુની ગામીતનો રિપોર્ટ નેગેટિવ આવતા જયાબેન મોદી હોસ્પિટલમાંથી રજા અપાઈ

આજે 14 ઈસમોના ટેસ્ટિંગ સેમ્પલ લેવાયા…હાલની સ્થિતિએ જિલ્લામાં કોરોના પોઝિટિવની સઁખ્યા 11

એક સેમ્પલ રેપિડ સેમ્પલ કીટ દ્વાર લેવાયું જે નેગેટિવ આવયું 13 સેમ્પલના રિઝલ્ટ બાકી

નર્મદા જિલ્લા માંટે આજે રાહતના સમાચાર આવ્યા છે, જિલ્લામાં કોરોનાની મહામારીનો જે મહિલા તબીબનો કેસ નોંધાયેલ હતો એ ડેડીયાપાડા ની મહિલા તબીબને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે દાખલ કરાયેલ હતા જ્યાંથી સારવાર મેળવી હાલ આ મહિલા તબીબના રિપોર્ટ નેગેટિવ આવતા તેણીને દવાખાનેથી રજા અપાયી છે.
ડેડીયાપાડાના CHC સેન્ટરના મેડીકેલ ઓફિસર ફાલ્ગુની ગામીતનો 16મી તારીખના રોજ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા તેઓને સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા જ્યાંથી આજે તેમના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે.

આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં પોઝિટિવ કેસની સઁખ્યા 11 થઈ છે, આજરોજ 14 ઈસમોના સેમ્પલ લેવાયા હતા જેમાં એક સેમ્પલ રેપિડ સેમ્પલ કીટ દ્વારા લેવાયેલ જે નેગેટિવ આવયો હતો, બાકીના 13 સેમ્પલના રિઝલ્ટ આવવાના બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here