વેજલપુર: વધતા જતા કોરોના કેસ બાબતે પ્રાંત અધિકારીની અગ્રણીઓ સાથે બેઠક

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

વેજલપુર ગ્રામ પંચાયત ખાતે વધતા જતા કોરોનાના કેસોને લઈને નાયબ કલેકટર દ્વારા કરાયેલ બેઠકની તસ્વીર

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ પંચાયતમાં પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાની અધ્યક્ષતામા મિટિંગ ગ્રામ પંચાયતમાં યોજાઈ જેમાં તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા ભાજપ પ્રમુખ તથા સમાજના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. મિટિંગમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. નાયબ કલેકટરે જણાવ્યું હતું કે આખા વિશ્વમાંમાં કોરોનાનાનો કાળો કહેર યથાવત છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ કોરોનાના કેસો રોકાવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે હાલ કોરોનાનો કાળો કહેર પંચમહાલ જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં પણ પ્રવેશ કરી દીધો છે. કાલોલ તાલુકાના મોટાભાગના ગામોની સરખામણીમાં વેજલપુરમાં કોરોનાના કેસો ઘણા વધી રહ્યા છે ત્યારે વેજલપુરમાં કોરોનાના કેસો વધુ પ્રમાણમાં ના વધે તે માટે વેજલપુર ગામમાં તમામ વિસ્તારમાં મેડિકલ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે અને આમ વેજલપુર કોરોનાના કુલ ૩૬ કેસો અત્યાર સુધી સામે આવ્યાને આમ આ કોરોનાકાળા કહેરમાં વેજલપુર ગામના ૭ લોકો કોરોના સામે જંગ હારી ગયા હતા અને હજુ પણ કોરોનાંનો કાળો કહેર વેજલપુર ગ્રામ મા હજુ પણ યથાવત છે તેથી વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વધુ પ્રમાણમાં કોરોનાના કેસોના વધે તે માટે વેજલપુર ગામમાં મેડિકલ સ્ટાફ દ્વારા વોર્ડ વાઇસ અને ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે, વેજલપુરમાં વધતા જતા કેસો અટકાવવા માટે દરેક લોકોએ માસ્ક ફરજિયાત પહેરી રાખી અને દરેક જગ્યા ઉપર સોસિસયલ ડિસ્ટન્સ સરકાર દ્વારા બહાર પાડેલા તમામ નિયમોનું પાલન કરીને આ કોરોનાના કાળા કહેરને હરાવાનો છે આગામી દિવસોમાં વેજલપુર ગામમાં ડોર ટુ ડોર સર્વે કરવમાં આવશે અને દરેક સમાજના લોકો તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ વેજલપુર ગ્રામ પંચાયતના દરેક વોર્ડના સભ્યો સાથે રાખીને ઘરે ઘરે જઈ ને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે અને આ સર્વે કરવા આવેલા કર્મચારીઓને પૂરો સાથ સહકાર આપવા અને પોતાની સાચી માહિતી આપવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here