કાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે શૈફાલી ઉપાઘ્યાયની તાજપોશી

દાવેદાર મહિલા દ્વારા વિરોધ વ્યક્ત કર્યો

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ નગરપાલિકાના પ્રમુખની બીજી ટર્મ માટે સામાન્ય મહિલા ઉમેદવારની બેઠક માટે દાવેદારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે સોમવારે બપોરે બાર વાગ્યે કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાની અધ્યક્ષતા હેઠળ મળેલ બેઠક માં યોજાયેલ ચૂંટણીમાંમાં ભાજપ દ્વારા જીલ્લામાંથી મેન્ડેટ લઈને આવેલા જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠકે તમામ હાજર કોર્પોરેટરોની હાજરીમાં મેન્ડેટ ખોલી નામ જાહેર કરતા   શૈફાલીબેન અંકુરભાઈ ઉપાઘ્યાયનું નામ આવ્યુ, ઉપપ્રમુખ તરીકે નારાયણભાઈ ઘનશ્યામભાઈ કાછીયા તથા કારોબારી અધ્યક્ષ તરીકે યુવરાજસિંહની મહેન્દ્રસિંહ રાઠોડના મેન્ડેટ નીકળ્યા હતા પાર્ટીના નેતા તરીકે જ્યોત્સનાબેન બેલદારનું નામ આવ્યું હતું યુવરાજસિંહ રાઠોડનું પુનઃ કારોબારી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પાલીકાની બીજી ટર્મ માટે લાંબા સમયથી ચાલતા રહસ્યનો આજ રોજ અંત આવ્યો હતો. કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ પાર્ટી મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક પાર્ટી જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ તથા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન તથા વિદાય લઈ રહેલા નગરપાલિકા પ્રમુખ કિરીટભાઈ પટેલે નવા ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા. જોકે વોર્ડ નં ૨ ના મહિલા કોર્પોરેટર જત્યોત્સનાબેન બેલદારે આ મેન્ડેટ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને જાહેરમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તથા પાર્ટી પૈસાથી વેચાઈ ગઈ છે તેથી અપક્ષને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે આ બધુ પહેલેથી જ નક્કી હતુ તેવા આક્ષેપો કર્યા હતા.જોકે પાર્ટીની ચૂંટાયેલી પાંચ મહિલાઓ પૈકી કોઈનું પણ નામ ધ્યાનમાં ન લેતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં છૂપી નારાજગી જોવા મળે છે. વોર્ડ નંબર ૨ ના  કેટલાક લોકો દ્વારા નગરપાલિકા પ્રમુખ બનવું હોય તો અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડે અને પછી ભાજપમાં સામેલ થઈએ તો નગરપાલિકા પ્રમુખ બની શકાય અને ત્યારબાદ વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટ પણ મળી જાય એવી ચર્ચાઓ શરૂ કરી હતી. જોકે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ભાજપના સિમ્બોલ વગરના એટલે કે અપક્ષ ઉમેદવારો હોવાથી હાલ પૂરતુ નગરપાલિકામાં અપક્ષોની સરકાર બની હોય તેવું ચિત્ર જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઊડયા હોય તેવું જણાઈ રહ્યું હતુ.

કાલોલ નગરપાલિકાના નવા ચૂંટાયેલા હોદ્દેદારો તથા મહિલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલ વિરોધની તસવીરો

નગરપાલિકામાં બંને ઉમેદવારો અપક્ષમાંથી ચૂંટાતા પાર્ટીના આગેવાનો, કાર્યકરોમાં ભારે રોષ જોવા મળેલ છે કાર્યકરોએ જણાવ્યું હતું કે શહેર પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ દ્વારા યોગ્ય રજૂઆતો કરી નહિ હોવાથી અપક્ષોની સરકાર બની છે ધારાસભ્ય તો શરૂઆતથી જ અપક્ષોની તરફેણમાં હતા,  હવે નવી ચૂંટણીઓમાં સાચા કાર્યકરો ક્યાંથી લાવશો તેવો પ્રશ્ન કર્યો હતો. આજ પ્રમાણે અસંતોષ રહેશે તો કાલોલ નગરપાલિકાના નવા ચૂંટાયેલા સભ્યોનો આગામી અઢી વર્ષનો હવે પછીનો ગાળો હેમખેમ પાર પડે તેવી શક્યતાઓ ઓછી લાગી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here