બાબરા તાલુકાના નવાણીયા ગામે સેવાભાવી યુવાનો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

નવાણીયા ગામના વતની અને સુરત રહેતા ભરતભાઈ ધનજીભાઈ વાવડીયાનું સુંદર કાર્ય

બાબરા તાલુકાના નવાણીયા ગામે સેવાભાવી યુવાન દ્વારા વૃક્ષ રોપણ કરવામાં આવ્યું. મુળ નવાણીયા ગામના વતની અને હાલ સુરત રહેતા ભરતભાઈ ધનજીભાઈ વાવડીયા દ્વારા નવાણીયા ગામે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. ભરતભાઈ વાવડીયા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી વૃક્ષા રોપણ કરવામાં આવે છે. ગામના અલગ અલગ વિસ્તારોમા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ગ્રામજનો પણ આ કાર્યમાં સાથ સહકાર આપી રહ્યા છે. ચાર વર્ષથી આ કાર્ય કરવામાં સહું ગ્રામજનો સાથે રહે છે. ભરતભાઈ વાવડીયાએ લોકોને એક સંદેશ આપ્યો હતો કે, વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો અને લોકોને અપીલ કરી હતી કે, વધુમાં વધુ વૃક્ષોનું જતન કરો.
ભરતભાઈ દ્વારા કરવામાં આવેલ વૃક્ષારોપણમાં જ્યા સુધી વૃક્ષો મોટાના થાય ત્યા સુધી તેનું જતન ટીમ દ્વારા કરવાની જવાબદારી પણ ઉઠાવવામાં પણ આવી છે. આ તકે ગામના યુવાનો, આગેવાનો, મિત્રો, ગ્રામ પંચાયતના આગેવાનો, સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. નવાણીયા ગામે દર વર્ષો ૧૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here