108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું આયોજન બોડેલી તાલુકા ના ભોરદા ગામે યોજાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ભોરદા ગામે શાંતિકુંજ હરિદ્વારના તત્વવાઘાનમાં નારી સશક્તિકરણ વર્ષ નિમિત્તે પ.પૂ.ગુરુદેવ તથા વંદનીય માતાજીના સૂક્ષ્મ સંરક્ષણ,માં ગાયત્રીના આશીર્વાદ અને શ્રદ્ધેય ડો.પ્રણયજી અને શૈલ જીજી ના માર્ગદર્શનથી સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિ ઘ્વારા જનજાગૃતિ અને જનકલ્યાણની ભાવનાથી માનવ ઉત્થાનના ધ્યેયથી કામધેનુ સેવાતીર્થના પ્રથમ પાટોત્સવ નિમિત્તે 108 કુંડીય ગાયત્રી યજ્ઞ તથા સંસ્કાર મહોત્સવનું આયોજન તારીખ 3 થી 6 એપ્રિલ સુધી કરવામાં આવેલ છે.જે અંતર્ગત 3 એપ્રિલના રોજ બપોરે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. જેભોરદા,ઉન,રાજબોડેલી,નવાગામ,કોસીંદ્રા,વાડીવાડા,કાશીપુરા,ભીલવાણીયા,ચલામલી,વણઘા,ફેરકુવા,કુંદનપુર સહિતના ગામોમાં 100 થી વધુ વાહનો ઘ્વારા પ્રત્યેક ગામોના ગ્રામજનોમાં ચેતના જગાવી દિવ્ય લાભ લેવા અને યજ્ઞમાં બેસવા જાહેર આહવાન કરવામાં આવ્યું હતું.જેમાં કામધેનુ સેવાતીર્થ ભોરદાના પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન સહીત મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના ભક્તો જોડાયા હતા.4 એપ્રિલના રોજ યોગ,પ્રાણાયામ, જપ, ધ્યાન, ધર્મધજા આરોહણ,દીપ પ્રાગટ્ય,યુગ સંગીત,દેવપૂજન અને 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.પ્રજ્ઞાપુત્રી રશ્મિબેને 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે યજ્ઞ એ સૃષ્ટિનો પ્રાણ છે.તેની રક્ષાથી સૃષ્ટિ વ્યવસ્થિત ચાલી શકે છે.યજ્ઞમાં આપેલી આહુતિથી દેવો તૃપ્ત થાય છે.યજ્ઞ જન્મોજન્મના કષાય,કલમસને દૂર કરનાર અને વર્તમાનમાં થતી સમસ્યામાંથી ઉગારનાર છે.સંસ્કાર સિંચનથી જીવન સંસ્કારમય બને છે.ગૌ માતાની સેવાથી જન્મોજન્મના વિકારો દૂર થઈને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે.સમગ્ર વિશ્વમાં વસતા પ્રત્યેક જનનું જનકલ્યાણ થાય તે ભાવ સાથે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું આયોજન બોડેલી તાલુકા ના ભોરદા ગામે યોજવામા આવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here