૧૭ મીએ બોડેલી APMC ની ચૂંટણી, બીજા દિવસે ગણતરી હોઇ રવિથી મગળ ત્રણ દિવસ હરાજી બંધ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રોજ ૨૦૦૦થી ૨૫૦૦ ક્વિન્ટલ કપાસની આવક, બોડેલી બજાર સમિતિમાં કપાસના રોજ ૨૫૦ થી વધુ વાહનો હરાજીમાં આવી રહ્યા છે અને પ્રતિ ક્વિન્ટ૯ ભાવ ૮,૦૦૦ સુધી બોલાતાં ભાવમાં ફરી એક વખત રૂપિયા ૨૦૦ સુધીનો ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોડેલી બજાર સમિતિની ૧૭મીએ ચૂંટણી અને તારીખ ૧૮ એપ્રિલ એ ગણતરી હોઇ રવિ, સોમ અને મંગળવાર ત્રણ દિવસ કપાસની હરાજી બંધ રહેશે. બુધવારથી રાબેતા મુજબ કપાસની હરાજી શરૂ થશે.
અત્યારે શુક્ર અને શનિવારે બોડેલીમાં કપાસની હરાજી ચાલુ રહેશે. ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૨,૧૫,૦૦૦ ક્વિન્ટલ કપાસ આવ્યો છે. હજી મે મહિના સુધી કપાસની આવક ચાલુ રહેશે અને રોજ ૨,૦૦૦ ક્વિન્ટલની આવક જોતાં ગત વર્ષ જેટલો કપાસ આવશે તેવી ધારણા છે. ગત વર્ષે ૩,૨૪,૬૩૮ ક્વિન્ટલ કપાસ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here