૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પંચમહાલ જિલ્લા ગોધરાની અદાલતો સાથે-તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાશે

ગોધરા, (પંચમહાલ) ડો. સતીષ નાગર :-

તારીખ ૦૯ મી સપ્ટેમ્બર ૨૦૨૩ શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ શ્રીમતી સુનિતા અગરવાલ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ શ્રી એન.વી.અંજારિયા દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દ્વારા આગામી તા.૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પંચમહાલ જિલ્લા ગોધરાની અદાલતો સાથે-તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.
આ લોક અદાલતમાં રાજ્યના કોઈ પણ જિલ્લા, તાલુકા ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસલ દીવાની દાવા, ચેક પરતને લાગતા કેસો, જમીન સંપાદનને લગતા, ફેસલ કામદાર તથા માલિકને લગતી તકરાર માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો, તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે. જીલ્લાના નાગરિકોને આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવા અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવા અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબ સાઇટનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here