સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાલોલ તાલુકાના વેજલપુર ગામે વરલી-મટકાનો આંક લખતા- લખાવતા ૧૦ પકડાયા જ્યારે ૧ ભાગી છૂટયો.

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

રૂ. ૬૦,૪૦૬/- નો મુદ્દા-માલ અને વરલી મટકા આંકડાનું સાહિત્ય ઝડપાયુ.
વેજલપુર પોલીસ સ્ટેશનની નજીકમાં જ વરલી મટકાનો ગુનો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડાયો.

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં જુગાર અને દારૂની બદીઓ નેસ્તનાબૂદ કરવા માટેની ડી.જી.પી. મોનીટરીંગ સેલ તરફથી મળેલી સૂચના અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળેલ કે વેજલપુર ગામમાં વેજલપુર અડાદરા રોડ દેના બેંક સર્કલ પાસે અબ્દુલ સત્તાર પાડવા રહેવાસી મોટા મહોલ્લા વેજલપુર પોતાના મળતિયાઓને બેસાડીને આંક ફરકનો વરલી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમાડે છે તેવી પાકી બાતમી અનુસાર મોનીટરીંગ સેલ દ્વારા બે ખાનગી પંચોને બોલાવી સરકારી વાહનમાં બેસાડી બાતમી વાળા સ્થળે રેડ કરતા કેટલાક ઇસમો ભેગા મળીને કંઈક લખતા-લખાવતા હોવાનું જોવા મળેલ બેઠેલા તમામ ઇસમોને કોર્ડન કરીને જે તે સ્થિતિમાં દસ માણસોને પકડી પાડેલા તેઓની અંગજડતીમાં રૂ.૨૬,૯૦૬/- તથા ૯ જેટલા અલ-અલગ કંપનીના મોબાઈલ જેની કિંમત રૂ.૧૩,૫૦૦/- એક મોટરસાયકલ. રૂ ૨૦,૦૦૦/- ૩ બોલપેન, વરલી મટકા આંકડાની વપરાયેલ મિલન, કલ્યાણ, ટાઈમ બજારની અલગ-અલગ કલરની આંકડા લખેલી ચાલુ વપરાયેલ બુક નંગ ૫, અંગ જડતીમાં મળેલ આંકડા લખેલી ચિઠ્ઠી ૧૦ મળી અન્ય કુલ ૧૦૭ ચિઠ્ઠી મળી કુલ રૂ.૬૦,૪૦૬/- નો મુદ્દામાલ જપ્ત કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ના એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ જસવંતસિંહે પોતાની ફરિયાદ નોંધાવી હતી વેજલપુર પોલીસ દ્વારા જુગારધારાની કલમ ૧૨ એ મુજબ નો ગુનો દાખલ કરી વધુ તપાસ તથા ભાગેલ ઈશમ મુખ્ય સંચાલક અબ્દુલ સત્તાર પાડવાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ પૂછરછમાં એવી હકીકત બહાર આવી છે કે અબ્દુલ સત્તાર પાડવા આંકડા લખવા માટે દૈનિક રૂ ૩૦૦/- આપીને બિપીન સોની તથા અનીલ ડબગરને બેસાડતો હતો અને આંકડાનું કટિંગ કોઈ અજાણ્યા ઈસમને આપતો હતો. વેજલપુર પોલીસ મથક થી માત્ર બે મિનિટના વોકિંગ ડિસ્ટન્સમાં વરલી મટકાનો જુગાર સ્થાનિક પોલીસને અત્યાર સુધીમાં કેમ દેખાયો નહીં તે પ્રશ્ન પણ સંશોધન નો વિષય છે.

બોક્સ વેજલપુરમાં આક ફરક નો જુગાર રમતા(લખતા અને લખાવતા) પકડાયેલા ઈસમો (૧) બીપીન રમણલાલ સોની ઉ. વ.૬૧ રે. ચોરા પાસે વેજલપુર, દૈનિક પગાર થી આંકડા લખનાર (૨) રાજેશકુમાર રમેશચંદ્ર ભટ્ટી ઉ. વ.૪૮ રે.નાયક ફળિયું વેજલપુર (૩) ખાતુભાઈ સબુરભાઇ નાયક ઉ. વ.૪૦ રે.નાયક ફળિયું વેજલપુર (૪) બુધાભાઈ દીપાભાઇ નાયક ઉ. વ ૩૫ રે. નાયક ફળિયું વેજલપુર (૫) ભલાભાઇ ટેટાભાઈ નાયક ઉ. વ ૩૫ રે. નાયક ફળિયું વેજલપુર(૬) ઇમ્તિયાજ ઈસ્માઈલ કુરેશી ઉ. વ ૪૯ રે. તાડ ફળીયુ વેજલપુર (૭) અનીલકુમાર દિલીપભાઈ ડબગર ઉ. વ ૨૯ રે. શિક્ષક સોસાયટી વેજલપુર દૈનિક પગારથી આંકડા લખનાર (૮) દાદુ છત્રસિંહ ચૌહાણ ઉ. વ ૫૯ રે કાનોડ તાલુકો કાલોલ (૯) વિક્રમસિંહ રામસિંહ ચૌહાણ ઉ. વ ૫૭ રે. જીલિયા ફળીયુ મુ. સુરેલી(૧૦) રાજસિંહ ભીખુસિંહ પરમાર પટેલ ઉ. વ ૬૬ રે.પટેલ ફળિયુ સુરેલી ની ધરપકડ કરી હતી જ્યારે વરલી મટકા રમાડનાર મુખ્ય સૂત્રધાર ઈકબાલ અબ્દુલ સત્તાર પાડવા રે મોટા મોહલ્લા વેજલપુર ને પકડવાનો બાકી એમ કુલ ૧૧ શખસો સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે પકડેલી મોટર સાયકલ જી.જે ૧૭ એડી ૯૫૦૯ આંકડા લખનાર અનીલકુમાર દિલીપભાઈ ડબગરની માલિકીની હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here