એલસીબી પોલીસે કાલોલ તાલુકામાંથી દારૂનો જથ્થા સહિત રૂ.૨,૨૧,૦૪૦/- નો મુદ્દામાલ પકડયો… ચાલક ફરાર..

(એલ.સી.બી પોલીસે ઝડપી પાડેલા દારૂના જથ્થા સહિતની ઈકો કારની તસવીર)

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પી.આઈ ડી. એન. ચુડાસમા તથા પી.એસ.આઈ કે. આર ચૌધરી તથા સ્ટાફ ગુરુવારે સવારે કાલોલ તાલુકાના નાની કાનોડ ગામના ત્રણ રસ્તા પર મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી સૂચના મુજબ પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને આવતા-જતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસની ટીમને જોઈને એક સફેદ કલરની મારૂતિ ઈકો કાર ચાલક પોતાનું વાહન પોલીસથી ૬૦૦ મીટર જેટલું દૂર રોડની સાઈડમાં ઊભુ રાખી નીચે ઉતરી દોડતા દોડતા ખેતરો તરફ આવતો જોતા, તેના ઉપર શંકા જતા પોલીસ ટીમે બે પંચો બોલાવી ગાડીની તપાસ કરતા ગાડી નંબર જી.જે ૧૭ બી.એ ૪૨૮૨ જેની અંદર તપાસ કરતા ખાખી પુઠાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કવાટરની સોળ પેટી જોવા મળી જે કુલ ૭૬૮ નંગ કુલ રૂ. ૭૧૦૪૦/- તથા મારૂતિ ઈકોની કીમત રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ ૨,૨૧,૦૪૦/- ની પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરી કાલોલ પોલીસ મથકે લાવી એલ.સી.બી હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ નોંધાવી કાલોલ પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં દારૂની હેરફેર કરવા બદલ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here