રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં વીજ કંપનીની પ્રિ-મોનસુન કામગીરીના ધજાગરા..

રાજપીપળામાં એકબાજુ કોરોનાનો કહેર અને બીજી તરફે વીજ કંપની કલાકો સુધી વીજળી સપ્લાય બંધ રાખતાં લોકો ત્રા

ચોમાસાની શરુઆત પહેલા વીજ કંપની કઇ કામગીરી કરે છે ?

રાજપીપળા કલેકટર કચેરી સામે સ્ટેટ બેન્ક પાસે ઝાડ કાપવા સહિત ની કામગીરી હાથ ધરાઇ.

દેડિયાપાડા મા ખેડુતો ને વીજળી ન મળતા ખેડુતો મા વીજ પુરવઠો સપ્લાય કરવાની નીતિ સામે ખેડુતો મા રોષ.

રાજપીપળા ,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગર સહિત નર્મદા જિલ્લામાં વીજકંપની ની પ્રિ-મોનસુન કામગીરીના ધજાગરા ઉડતા, તેમજ વીજળીનો પુરવઠો વારંવાર બંધ કરાતા નગરજનો વીજ કંપનીની કામગીરીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સાથે-સાથે જીલ્લાના દેડિયાપાડા સહિતના અન્ય તાલુકાઓમાં પણ ખેડુતોમાં વીજ કંપનીની નિતિરીતી સામે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

રાજપીપળામાં આજ રોજ સવાર થીજ વીજળી ડુલ થઇ હતી ,નગરમાં એક તરફે કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તેવાં સમયે જ વીજળી ડુલ થતાં કલાકો સુધી નગરજનો કંટાળી ઉઠયા હતા.
વીજ કંપનીએ કલેક્ટર કચેરી સામે,તેમજ સ્ટેટ બેન્ક સામે ઝાડ કાપવા સહિતની અન્ય કામગીરી હાથ ધરી હતી,રાજપીપળા ખાતે સવારે આઠ વાગ્યેથી બપોરે બે સુધી વીજળી ડુલ થઇ હતી.

બીજી તરફે દેડિયાપાડા તાલુકા ના ખેડુતો મા પણ વીજ કંપની દ્વારા વીજળીનો પુરવઠો પુરતાં પ્રમાણમાં આપવામાં ન આવતા ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ખેડુતોને સાત થી આઠ કલાક સુધી વીજળી સપ્લાય ખેતી કામ માટે આપવો જોઈએ તેની જગ્યાએ માત્ર એક થી બે કલાક સુધી જ વીજળી આપવામાં આવતા ખેડૂતોએ વરસાદ ચાલુ સિઝન દરમ્યાન ઓછો થયો હોય ને ડાંગર ,કપાસ ,તુવેર જેવા પાકો ની વાવણી થઇ ગયેલી હોય ને પાણીના અભાવે ખેડુતો પોતાના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે ,માટે ખેડુતોએ આવેદનપત્ર આપીને વરસાદ ઓછો હોય ને વીજળી પૂરવઠો સાત થી આઠ કલાક આપવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here