સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસવાટ કરતા આદિવાસીઓ-સરકાર વચ્ચે વિવાદનો અંત ?

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

SSNL સાથે પોતાની જમીનો માટે લડતા આદિવાસીઓએ નિગમ ની ઓફર સ્વિકારવા માંડી

6 ગામ ના અસરગ્રસ્તો એ SSNL દ્વારા ઉભા કરાયેલ આદર્શ વસાહત મા પલાયન શરુ કર્યુ

નિગમ ના અધિકારીઓએ અસરગ્રસ્તો તેમના વારદારો ને આદર્શ ગામ વસાહત ના મકાન-પ્લોટ ના એલોટમેન્ટ લેટર જારી કરાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ પાસે આવેલ આદિવાસી વસ્તી ધરાવતા 6 જેટલા ગામો ના અસરગ્રસ્ત આદિવાસીઓ વર્ષો થી પોતાની માગણીઓ માટે સરકાર સામે આંદોલન ચલાવતા, પોતાના વડીલો સહિત પોતે નર્મદા ડેમ બનાવવા માટે મહામુલી જમીનો સરકાર ને આપી હોય ને સરકાર તેઓને અન્ય સગવડો આપે , નોકરી, જમીન તેમજ યોગ્ય અન્ય વળતર સહિત ની માંગણીઓ સંદર્ભે જે આંદોલન ચલાવતા તેને રાજકીય પાર્ટીઓ સહિત આદિવાસી સંગઠનો નો પણ સહયોગ મળતો હતો.અને વર્ષો થી વિવાદ ચાલી આવતો જેનો કોઈ નિરાકરણ આવતુ નહોતુ.

નર્મદા ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસવાટ કરતા આદિવાસી ઓ ને જયારે નર્મદા ડેમ નુ નિર્માણ કરવાનું તત્કાલિન વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નેહરુ ના સમય મા નક્કી કરાયુ ત્યારે નવાગામ પાસે ડેમ બનાવવાનુ નક્કી થયુ હતુ.જેતે સમયે જમીનો પણ સંપાદન કરવામાં આવી હતી , અને તેના વળતર પણ જેતે સમયે ચુકવવામા આવ્યા હતા, પરંતુ નર્મદા ડેમ ની યોજના ખોરંભે પડતા , યોજના મા વિલંબ થતાં લોકો એ પોતાની જમીનો માજ વસવાટ કર્યા હતા અને ખેતીવાડી પણ કરતા હતા. સટેચયુ ઓફ યુનિટી ના નિર્માણ થયા પછી અસરગ્રસ્તો ને હટાવવાની કોશિશો તેજ બની હતી પરંતુ અસરગ્રસ્ત આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી ઓ પોતાની જમીનો ધરો છોડવા માંગતા નહોતા, અને વારંવાર ધર્ષણ સર્જાતા હતા.

સરકાર તરફથી અસરગ્રસ્ત ગામ ના લોકો ને માટે પુનઃવસવાટ ના અનેક પેકેજો આપવાની વાટાઘાટો પણ અનેક વાર નિષ્ફળ નીવડેલ, છેલ્લે સરકાર ના સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગોરા ગામ પાસે ની જમીન મા એક “આદર્શ ગામ વસાહત” નુ નિર્માણ કરી અસરગ્રસ્તો ને ત્યા વસવાટ કરવાની ઓફર આપી હતી, તેનો પણ અસ્વિકાર કરાયેલ પરંતુ હવે અસરગ્રસ્ત આદિવાસીઓ ને સમજાતા તેઓએ આદર્શ ગામ વસાહત મા વસવાટ શરુ કર્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લીમિટેડ ના અધિકારીઓએ અસરગ્રસ્તો-તેમના વારસદારો ને આજરોજ મકાનો ના એલોટમેન્ટ લેટર જારી કર્યા હતા, આદર્શ ગામ વસાહત મા 125 ચો.મી. ના પ્લોટ મા મકાન નુ બાંધકામ નિગમ દ્વારા કરી ત્યા તમામ પ્રકાર ની સુવિધા ઓ ઉપલબ્ધ કરી અસરગ્રસ્તો ને ત્યા વસવાટ કરાવવાની પ્રક્રિયા નો આરંભ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here