સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના તળાવ નં. ૩ ખાતે પ્રવાસીઓ માટે PPP ધોરણે હાઉસ બોટ મુકાશે

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

કેટલાક સમાચાર પત્રો એ તળાવમાં ૩૦૦ મગર હોવાના સમાચાર પ્રસિદ્ધ કર્યાં જેને પાયાવિહોના અને ગેરસમજ ફેલાવનાર ગણાવતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સત્તાધીશો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ના નર્મદા યોજના ના તળાવ નં-૩ માં પ્રવાસીઓ ને આકર્ષિત કરવા માટે હાઉસ બોટ મુકવાની તૈયારીઓ થઇ રહી છે ત્યારે આ તળાવ મા ખતરનાક મગરો વાસ કરતા હોવાની વાતો સમાચાર પત્રો મા પ્રસિદ્ધ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સત્તાધીશો દ્વારા તરતજ ખુલાસો કરવામાં આવ્યો હતો,અને મગરો ને અન્યત્ર રેસ્ક્યું કરાયા હોવાનું જણાવ્યું હતું.

એકતાનગર તળાવ નં – ૩ ખાતે હાઉસબોટ અંગે અખબારો માં અહેવાલ પ્રસિધ્ધ થતાં સામાન્ય જનતામાં કેટલીક ગેરસમજ ફેલાઇ રહેલ છે જે અંગે સ્પષ્ટતા કરવી અત્રેથી જરૂરી જણાય ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જન સંપર્ક અધિકારી રાહુલ પટેલે મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે એકતા નગર ખાતે આવેલ તળાવ નં -૩ ખાતે ૩૦૦ જેટલા મગર છે અને તેના વચ્ચે હાઉસબોટનું નિર્માણ કરવામાં આવ્યુ છે, આ હકીકત તદ્દ્ન પાયાવિહોણી છે, વાસ્તવમાં આ તળાવમાં ભુતકાળમાં જે મગરો વસવાટ કરતા તેમને સલામત રીતે વનવિભાગે રેસ્ક્યુ કર્યા હતા અને બાદમા તળાવ નં – ૩ની આજુબાજુ જાળી મુકવામાં આવી છે જેથી અન્ય તળાવોમાંથી મગર આવવાની શકયતા પણ બિલકુલ નથી.

વધુમાં તમામ પાસાઓનો અભ્યાસ કરીને જ હાઉસબોટનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેથી હાઉસબોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ હાઉસબોટ ઉભી કરવા માટે સરકાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી કોઇ પણ પ્રકારે મૂડીરોકાણ કરવામાં આવેલ નથી અને આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે PPP ધોરણે જ સંચાલિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here