સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગનો કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઉપાધ્યક્ષશ્રી વિમલભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લાના 385 લાભાર્થીઓને 861.53 લાખનાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું

જન્મથી મરણ સુધીના વિવિધ તબક્કે મદદ માટે 47 જેટલી યોજનાઓ સરકારે અમલી બનાવી છે

સરકારે છેવાડાનાં માનવીનાં કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે ઉપાધ્યક્ષશ્રી વિમલભાઈ ઉપાધ્યાય,ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ નિગમ

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગોધરાનાં સરદાર નગરખંડ ખાતે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં કાર્યક્રમમાં 385 લાભાર્થીઓને વિદેશ અભ્યાસ લોનસહાય, આંતરજ્ઞાતીય લગ્ન સહાય, કુંવરબાઈનું મામેરુ, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, ડેરી વિકાસ યોજના, માનવ ગરીમા યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ બસ પાસ યોજના વગેરે વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ. 861.53 લાખનાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં અઘ્યક્ષસ્થાનેથી ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ નિગમનાં ઉપાધ્યક્ષશ્રી વિમલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાજકારણમાં શાલીનતા, બુદ્ધિમત્તા અને સંવેદનશીલતાના શિખર એવા પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સુશાસન સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત સમાજના દરેક વર્ગને મહત્તમ લાભ પહોંચાડવાનો, સર્વાંગી વિકાસના પ્રવાહમાં દરેક વર્ગની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. દરેક ઘરમાં અન્ન અને દરેક હાથને કામનું અટલજીનાં સપનામાં હર સર કો ઘરનો ઉમેરો કરી તે ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ સરકાર કામ કરી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આપણી સરકારે જન્મથી શરૂ કરી અવસાન સુધીનાં જીવનનાં દરેક તબક્કે જરૂરિયાતમંદ વર્ગોને મદદ કરવા માટે, જીવન વધુ સરળ બનાવવા માટે 47wQbNPTDJp9hMYdvogK2hAUiHsGeiybwaWe36bwtRQ3UTpYV7YuZ8FV5j9nauFCWwcjM6dTzpL5s2N79Rp5unwdMvc8ZKUત ન રહે, નબળો ન રહે, તે રીતે વિકાસને પ્રાધન્ય આપ્યું છે અને છેવાડાના માનવીનાં કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સમાજના છેવાડે રહેલાં વ્યક્તિને સરકારી યોજનાઓ કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં, તેમના ઘરે જઈને આપ્યો છે, તે સાચું સુશાસન છે અને તે સરકારે ચરિતાર્થ કરી બતાવ્યું છે. સરકારી યોજના સહાય મેળવવા માટે આપવા પડતાં દસ્તાવેજોની સંખ્યામાં પણ મોટો ઘટાડો કરી લોકોની અગવડોમાં ઘટાડો થાય, પ્રક્રિયા સરળ બને તે માટેનો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે. તેમણે સંવેદનશીલ બની અન્યોને પણ મદદરૂપ થવા અપીલ કરતા કહ્યું કે, સમાજમાં સામાજિક- આર્થિક જે ભેદ છે તેને આપણે દૂર કરવો છે સર્વોત્કૃષ્ટ સમાજ નિર્માણ થાય તે દિશામાં આગળ વધવું છે અને તે દ્વારા સમાજમાં સામાજિક સમરસતાનું નિર્માણ કરવું છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકીએ પોતાના સંબોધનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ યોજના અંતર્ગત જિલ્લામાં આપવામાં આવતા લાભોની એક રૂપરેખા આપતા જણાવ્યું હતું કે સમાજનાં દરેક વર્ગને વિકાસની આ યાત્રામાં સમાન પ્રાધાન્ય મળે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. આદિવાસી સંસ્કૃતિ અને આગવી ઓળખને કાયમ રાખીને આદિવાસી સમાજ વિકાસ સાધે તે માટે સરકારની પહેલો વિશે તેમણે જણાવ્યું હતું.
આ અગાઉ કાર્યક્રમને સંબોધતા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલે પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીજીના પ્રદાનને અને તેમનાં સર્જનને યાદ કરતા જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહનાં કાર્યક્રમો મારફતે વંચિતો, શોષિતો અને પીડિતોને લાભોનું વિતરણ જ અટલજીને સાચી શ્રધ્ધાંજલિ હોઈ શકે. ઉચ્ચ પદો સત્તા માટે નહીં પણ સેવા માટે હોય છેની ભાવના સાથે આ સરકાર કાર્યરત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રાયોજના વહીવટદારશ્રી એસ.પી. ભગોરા અને આભાર વિધી સમાજ કલ્યાણ અધિકારશ્રી જે.એચ.લખારાએ કરી હતી. આ પ્રસંગે ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા, નાયબ નિયામક વિકસતી જાતિશ્રી નિકુંજ ગામીતી, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here