સાહસ-શૌર્ય, તબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

કોઇપણ પ્રકારનો બદલો કે વળતર મેળવવાની આશા રાખ્યા વિના માત્ર માનવ સેવાના ઉદ્દેશથી કેલેન્ડર વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬,૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧ દરમ્યાન જે તે વર્ષની તા.૦૧-જાન્યુઆરી થી તા.૩૧-ડિસેમ્બર સુધીના સમયગાળામાં સાહસ-શૌર્ય,તબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજ્યના કોઇપણ વ્યક્તિ/સંસ્થાનું પ્રતિ વર્ષ સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
અરજદારોએ આ અંગેનું નિયત અરજી ફોર્મ અત્રેની જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જીલ્લા સેવા સદન ભાગ-૨,પ્રથમ માળ,ગોધરા જી.પંચમહાલ ખાતેથી/વેબસાઇટ https://commi-synca.gujarat.gov.in/application-forms-guj.htm ઉપરથી મેળવી સંપૂર્ણ વિગતો, જરૂરી આધાર-પૂરાવા સાથે નીચેની વિગતે સંબંધિત અધિકારીશ્રી/વિભાગને તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે તેમ જીલ્લા યુવા વિકાસ અધીકારીશ્રી પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

કામગીરી ક્ષેત્ર- સાહસ/શૌર્ય, સેવા (વ્યક્તિગત), કોને અરજી કરવી? – જે તે જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીની ભલામણ સહ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી (જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી)ને અરજી કોણ કરી શકે? – સમાજ સેવાના ઉદ્દેશથી કામગીરી કરનાર વ્યક્તિ કામગીરી ક્ષેત્ર- તબીબી (સંસ્થાગત/વ્યક્તિગત) કોને અરજી કરવી? – અગ્ર સચિવશ્રી, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ખ-શાખા, બ્લોક નં-૭, ૭ મો માળ, સચિવાલય, ગાંધીનગરને અરજી કોણ કરી શકે? – સમાજ સેવાના ઉદ્દેશથી કામગીરી કરનાર વ્યક્તિ/સંસ્થા કામગીરી ક્ષેત્ર- જાહેર સુખાકારી (વ્યક્તિગત) કોને અરજી કરવી? – (૧) પંચાયત વિસ્તાર માટે અધિક મુખ્ય સચિવશ્રી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બ્લોક નં-૮, ૩ જો માળ, સચિવાલય, ગાંધીનગરને (૨) પંચાયત વિસ્તાર સિવાય અધિક મુખ્ય સચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, આર-બ્રાન્ચ, બ્લોક નં-૧૪, ૯ મો માળ, સચિવાલય, ગાંધીનગરને અરજી કોણ કરી શકે? – સમાજ સેવાના ઉદ્દેશથી કામગીરી કરનાર વ્યક્તિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here