સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 6 કલાકે 138.58 મીટરની સપાટીએ…

કેવડિયા કોલોની, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા કાંઠાવાસીઓ માટે વધારે રાહતના સમાચાર
પાણીની સપાટીમાં છેલ્લા 3 કલાકમાં 8 સે.મી.નો ઘટાડો

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે તારાજી સર્જાય છે , ત્યારે મોડી સાંજે 6:00 કલાકે મળતા અહેવાલો અનુસાર ડેમની જળ સપાટીમાં અંશત: ઘટાડો નોંધાઇ રહ્યો છે અને ડેમ ખાતેથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં પણ થોડોક ઘટાડો થયો હોય અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે.

નર્મદા ડેમ ખાતે પાણીની આવકમાં છેલ્લા 3 કલાકમાં 1,08,467 ક્યુસેકનો ઘટાડો થયો છે

પાણીની જાવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો કરવામા આવ્યો છે ડેમ ખાતે થી નદી માં છોડવામાં આવતા પાણી માં છેલ્લા 3 કલાકમાં 1,08,220 ક્યૂસેક નો ઘટાડો નોંધાયો હતો

નર્મદા ડેમ મા પાણીની સપાટી હાલ 138.58 મીટર ઉપર નોંધાય છે ત્યારે ડેમ ખાતે પાણીની આવક 16,84,587 ક્યૂસેક ની થઈ રહી છે
હાલ ડેમ ના 23 દરવાજા 7.90 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 17,26,424 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here