સગા ભાઇઓને બાદમા પહેલા મુસ્લિમ ભાઇઓને 45 વર્ષથી રાખડી બાંધી ઉજવણી કરતા પ્રેમીલાબેન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મારા તેમજ મારી બહેનના લગ્ન સમયે મોસાળુ આ મુસ્લિમ પરિવારના મારા મામાઓ પણ લઇ ને આવ્યા હતા : સંદિપ જયસ્વાલ પ્રેમીલા બેનના પુત્ર

ભાઇ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે  રક્ષાબંધનના પર્વ સાથે આપડે એક એવા બહેનની વાત કરીશુ કે જેઓ વર્ષો થી મુસ્લિમ ભાઇઓને રાખડી બાંધી તેમની રક્ષા તેમજ પ્રગતિ માટે દુઆઓ કરી રહી છે તે પહેલા મુસ્લિમ ભાઇઓને રાખડી બાંધે છે અને પછી જ તેના સગા ભાઇઓને રાખડી બાંધવા જાય છે
વાત છે છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના ચંદ્રજયોતિ સોસાયટીમાં રહેતા જયસ્વાલ પરિવાર ના પ્રેમિલાબેન હસમુખભાઈની જેઓ મુળ વડોદરાના અમાદર ના રહેવાસી છે પરંતુ તેઓ ના પુત્ર સંદીપ જે બોડેલીની શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેઓ તેમના પતિ હસમુખભાઈ  તેમજ તેમના પરિવાર  સાથે ચાલિસ વર્ષ જેટલા સમયથી બોડેલીમા રહે છે
તેઓનું પિયર બોડેલી નજીક આવેલા જાબુઘોડા ખાતે હોય તેઓ છેલ્લા 45 વર્ષથી તેમના ભાઇઓ ને રાખડી બાધવા જાંબુઘોડા જાય છે ત્યારે મુસ્લિમ દિવાન પરિવારના તેમના ભાઇઓને રાખડી બાંધે છે મહત્વ ની વાત એ છે કે તે પહેલા તેમના સગા ભાઇઓને નહી પણ માનેલા ભાઇઓ ને રાખડી બાંધી પછી જ તેમના ભાઇઓને રાખડી બાંધવા જાય છે અને ભાઇઓ માટે ની રક્ષા માટે દુઆ ઓ કરે છે
પ્રેમીલાબેનના લગ્ન બાદ પણ તેમના પતિ હસમુખભાઈ તેમજ તેમના પરિવારે આ પરંપરા જાળવી રાખવા સહકાર આપ્યો છે તો પ્રેમીલાબેનના સગાભાઇઓએ પણ દિવાન પરિવાર સાથે એટલા સુમેળ સબંધો વર્ષોથી જાળવી રાખ્યા છે
પ્રેમીલાબેન જયસ્વાલ જે 45 વર્ષ કરતા વધુ સમય થી પોતાના માનેલા મુસ્લિમ ભાઇઓ ને રાખડી બાંધી ઉજવણી કરતા લાગણીશીલ દ્રષ્યો સર્જાયા હતા ખુશીનો પ્રસંગ હોય કે દુખની ઘડી આ પરિવારો હર હંમેશ એક-બીજા સાથે હોય છે ત્યારે તેમના પ્રેમીલાબેનના પુત્ર સંદીપે જણાવ્યુ હતુ કે મારા તેમજ મારી બહેનના લગ્ન સમયે મોસાળુ આ મુસ્લિમ પરિવારના મારા મામાઓ પણ લઇ ને આવ્યા હતા
પ્રેમિલા બહેનના સગા ભાઈઓ નગીનભાઇ , મહેન્દ્રભાઇ ,પ્રવિણ ભાઈ ,વિજયભાઈ , દીનેશભાઇ  ભાસ્કરભાઇ આમ 6 ભાઈ  છે  તો તેમના મુસ્લિમ ભાઈ પણ 6 છે યાકુબશા ,કાલુશા, જમનશા ,યુસુફશા .શબ્બીરશા, જાકીરશા, આ બહેન 12 ભાઈ ઑ હોવા છતા તમામના સબંધોને કેળવી રાખ્યા છે બંને પરિવાર ના ભાઈ ઑ માં બે બે ભાઈઓ અવસાન થતાં હાલ 4 – 4 ભાઈઓ સાથે રક્ષા બંધન ના પવિત્ર તહેવારની ઉજવણી આ બંને પરિવારો સાથે કરી હતી
જયસ્વાલ પરિવાર અને મુસ્લિમ દિવાન પરિવાર ના આજે સાથે મળી ભાઇ બહેનના પવિત્ર સબંધ ના પર્વ ને સાથે મળી ઉજવણી કરતા ભાવવિભોર મહત્વની વાત કરીએ તો પ્રેમીલા બહેનના 6 સગાભાઇ  છે તો મુસ્લિમ ભાઇ પણ 6 જ છે જેમા બે હિન્દુ ભાઇ ના અને બે મુસ્લિમ ભાઇ ના અવસાન  થયા છે
હાલ પ્રેમીલા બહેને ચાર હિન્દુ અને ચાર મુસ્લિમ ભાઇ ને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વ ની ઉજવણી કરી હતી ત્યારે મુસ્લિમ દિવાન પરિવાર ના અવસાન થઇ ગયેલા બે ભાઇને યાદ કરતા આંખમાં આંસુ આવી ગયા હતા ત્યારે તેમના ભાભી રડતા રડતા જુના દિવશોને યાદ કર્યા હતા
મુળ વડોદરા જીલ્લા ના અને વર્ષો થી બોડેલી સ્થાઇ થયેલા જયસ્વાલ પરિવાર ના પ્રેમીલા બહેન જેઓ નુ પીયર જાબુઘોડા ખાતે હોય તે દર વર્ષે તેમના ભાઇઓને રાખડી બાંધવા માટે જાબુઘોડા જતા હોય રક્ષા બંધન ના પર્વની ઉજવણી કરતા આ પવિત્ર સબંધ ના લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here