સંખેડા અને બોડેલી તાલુકાની મોટી પંચાયતોનું વિભાજન થતા ચૂંટણી લડનારા નવા મુરતિયા ઉત્સાહમાં…

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બોડેલી ના મોટાં કાંટવા ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયેલી નાના કાટવાં ગ્રામ પંચાયતમાં રાજકારણ ગરમાયું ઉમેદવારો માં ચહેલ પહેલ જોવા મળી…

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકાના માંજરોલ ગોલા ગામડી ગ્રામ પંચાયત માંથી (૧)માંજરોલ(૨)ગોલા ગામડી(૩)વડદલી ગ્રામ પંચાયત નું વિભાજન થયેલ છે અને બોડેલી તાલુકાના મોટા કાંટવા ગ્રામ પંચાયત માંથી (૧)મોટા કાંટવા(૨)નાના કાંટવા ગ્રામ પંચાયતનું વિભાજન થયેલ છે આ ગામોની સરપંચની બેઠકો તથા વોર્ડ માં અનામત બેઠકો ની ફાળવણી લગભગ કરેલ છે જેને લઈ આવનારી ચૂંટણીમાં જે ચૂંટણી લડવા માટે જે ખેલાડીઓ ઉતારવાના છે તે મોરબની થનગનાટ કરી રહ્યા છે અને વિભાજન થતા ઉત્સાહનું વાતાવરણ જોવા મળેલ છે જે રીતે નક્કી કરેલ બેઠકો છે તે સંખેડા તાલુકાના માંજરોલ માં કુલ બેઠકો ૮ અને અનુસૂચિતજાતી માટે સ્ત્રી-૧ અને અન્ય-૦ અને અનુસૂચિતઆદિજાતિ માટે સ્ત્રી-૨ અને અન્ય-૨ બક્ષીપંચ માટે સ્ત્રી-૦ અને અન્ય-૧ સામાન્ય સ્ત્રી માટે-૧ અને સામાન્ય બિન અનામત-૧ નક્કી કરેલ છે.
વડદલી ગ્રામ પંચાયતમાં કુલ બેઠકો-૮ અનુસૂચિતજાતિ માટે સ્ત્રી-૦ અન્ય-૦ અનુસૂચિત આદિજાતિ માટે સ્ત્રી-૪ અન્ય-૩ બક્ષીપંચ સ્ત્રી-૦ અન્ય-૧ સામાન્ય સ્ત્રી માટે-૦ સામાન્ય બિન અનામત-૦ ગોલા ગામડી ગ્રામ પંચાયત માં કુલ બેઠકો-૮ અનુસૂચિત જાતિ માટે સ્ત્રી-૧ અન્ય-૫ અનુસૂચિત આદિજાતિ માટે સ્ત્રી-૩ અન્ય-૪ બક્ષીપંચ માટે સ્ત્રી-૦ અન્ય-૦ સામાન્ય સ્ત્રી માટે -૦ સામાન્ય બિન અનામત-૦ આમ સંખેડા તાલુકાની મોટી ગ્રામ પંચાયતોનું વિભાજન કારેલ છે.

બોડેલી તાલુકાના મોટા કાંટવા ગ્રામ પંચાયત માંથી (૧)મોટા કાંટવા (૨)નાના કાંટવા ગ્રામ પંચાયત નું વિભાજન થયેલ છે જેમાં મોટા કાંટવા માં કુલ બેઠકો-૮ અનુસૂચિત જાતિ માટે સ્ત્રી-૦ અન્ય-૦ અનુસૂચિત આદિજાતિ માટે સ્ત્રી-૪ અને અન્ય-૪ બક્ષીપંચ માટે સ્ત્રી-૦ અન્ય-૦ સામાન્ય સ્ત્રી માટે સ્ત્રી-૦ સામાન્ય બિન અનામત-૦ આ રીતે બેઠાકોનું વિભાજન થયેલ છે
નાના કાંટવા કુલ બેઠક-૪ અનુસૂચિત જાતિ માટે સ્ત્રી-૦ અન્ય-૦ અનુસૂચિત આદિજાતિ માટે સ્ત્રી-૪ અન્ય-૪ બક્ષીપંચ માટે સ્ત્રી-૦ અન્ય-૦ સામાન્ય સ્ત્રી માટે -૦ સામાન્ય બિન અનામત-૦ આમ સંખેડા અને બોડેલી તાલુકાનું વિભાજન કરેલ છે જે વોર્ડ રચના સરકારી કાયદા કાનૂન મુજબ બેઠકોની ફાળવણી અંગેની માહિતી મામલતદાર શ્રી સંખેડા તથા બોડેલી અને પ્રાંત અધિકારી બોડેલી તરફથી રજુ થયેલ છે અને લગભગ આ રીતે વોર્ડ રચના અને વિભાજન કરવામાં આવેલ છે અને લગભગ બે મહિના માં આવનારી ચૂંટણીને લઈ ચૂંટણી લડનારા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આમાં રાજકારણે પણ જોર પકડ્યું છે કે કયા ઉમેદવારોને ઉભા કરવા અને રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે અને વિભાજન થયેલ ગ્રામ પંચાયતોમાં નવા મુરતિયાઓ મેદાને ઉતરશે એવા એંધાણ જણાઈ રહ્યા છે અને લોકોએ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે આવનારી ચૂંટણી જ બતાવશે કે કોણ બાજી મારી જાયછે બસ એ જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here