શહેરા : હોળી ચકલા સુરેલી પ્રા.શાળા ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાની નવી સુરેલી ક્લસ્ટરમાં આવેલી હોળી ચકલા સુરેલી પ્રા.શાળા ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં યોજાયો. મુખ્ય મહેમાન તરીકે જન કલ્યાણ વિદ્યામંદિર, સુરેલીના આચાર્ય રમણભાઈ ડી.પટેલ, અમિતભાઈ શર્મા, પગાર કેન્દ્ર આચાર્ય ભાવસિંહ વણઝારા, એસ.એમ.સી.અધ્યક્ષ તેમજ વ્યક્તિ વિશેષ તરીકે ધી શહેરા તાલુકા શિક્ષક સહકારી મંડળી લિ.ના ચેરમેન અર્જુનસિંહ સી.બારીઆ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને મહેમાનોનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. યજમાન શાળાના આચાર્ય તેમજ બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા સરદારભાઈ આર.વણઝારા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ક્રમશ 15 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો, ધો.8 ના વિદ્યાર્થીઓની સ્પીચ તેમજ સ્થાનિક ટીમલી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. ડૉ.કલ્પેશ આર.પરમારે ધો.8 ના વિદ્યાર્થીઓને વિદાય સંદર્ભે શૈક્ષણિક શુભકામનાઓ તેમજ આગામી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસ માટે આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તેમના માર્ગદર્શન શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સંચાલન સતિષભાઈ ગામીત, ઉર્મિ વાળંદ તેમજ અન્ય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આભાર વિધિ ગણપતભાઈ પટેલિયાએ આભાર વિધિ કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here