પાવી જેતપુરના વાવ ગામે પ્રાથમિક શાળામાં પ્રતિભાશાળી બાળકોનો સન્માન સમારોહ ઉજવાયો

પાવીજેતપુર ,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

તા 1/4/2022 ના રોજ વાવ પ્રાથમિક શાળામાં પાવી જૂથ ગ્રામ પંચાયત ના ઉપક્રમે પ્રતિભાશાળી બાળકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન સમારોહ ઉજવાયો હતો આ પ્રસંગે પાવી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી સંગીતા બેન, સભ્યશ્રી દક્ષાબેન ,સભ્યશ્રી સુશીલાબેન, સભ્યશ્રી સુખીબેન તથા અગ્રણીઓ ઉપસ્થિત રહી, તેમના હસ્તે વાવ પ્રાથમિક શાળાના કુલ 13 જેટલા વિદ્યાર્થીઓ ને પ્રતિભાશાળીવિદ્યાર્થી પ્રમાણપત્ર એનાયત કરી રોકડ પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here