શહેરા : સેવા સેતુ કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવે તેવી લોક લાગણી અને માંગણી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

રાજ્ય સરકાર દ્વારા લોકોને તમામ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય અને તેમના પ્રશ્નો નો ઝડપી નિકાલ થાય તે હેતુથી બધા જ સરકારી ખાતાઓનું સંકલન કરી સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.પ્રજાકીય સેવાના હેતુથી રાજ્ય સરકારે સેવા-સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જેમાં પ્રજાને વેઠવી પડતી અનેક હાલાકીઓ અને ધક્કા ખાવામાંથી મુક્તિ મળેલ છે. જે ખરેખર ખૂબ જ પ્રશંસનીય બાબત છે.
સેવા-સેતુ કાર્યક્રમનું આયોજન શહેરા તાલુકા પ્રશાસન દ્વારા તારીખ ૧૪/૦૫/૨૦૨૨ને શનિવાર ના રોજ શહેરા નગરપાલિકા ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં અનેક સરકારી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ હતી. ભૂતકાળમાં પણ સેવા-સેતુ કાર્યક્રમો શહેરા નગરપાલિકા ખાતે યોજવામાં આવ્યા હતા પરંતુ શહેરા નગરપાલિકા શહેરા નગરથી આશરે એક કિ.મી ના અંતરે આવેલી હોય લોકોને પહોંચવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. કાળઝાળ ગરમીમાં અને ગરીબ પરિવારો એક કિ.મી ચાલીને પોતાના બાળકોને લઈને આધાર કાર્ડની સુવિધા લેવા પહોંચ્યા હતા. તેમને બાળકો સહિત હાલાકીનો સામનો કરીને પહોંચવું પડ્યું હતું.બાઈકો વાળા કે આર્થિક સંપન્ન લોકો રીક્ષા કે પોતાના વ્હીકલ માં પહોંચી શકે છે પણ પ્રશ્ન ગરીબોનું રહે છે. તંત્ર આ બાબતને ધ્યાનમાં રાખીને ભવિષ્યના સેવા સેતુ કાર્યક્રમ નો આયોજન શહેરા નગરની મધ્યમાં આવેલ જૂની નગરપાલિકા,કુમાર શાળા,કે કન્યાશાળા ખાતે કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.જેથી ગરીબ પરિવારોને સરકારી સેવાઓનો લાભ નગરને મધ્યે અને હાલાકી વગર મળી શકે તથા રાજ્ય સરકારનો હેતુ સિદ્ધ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here