શહેરા : સરકારી વિનયન કોલેજ ખાતે સપ્તધારાની “નાટ્યધારા” અંતર્ગત “નાટ્ય ક્લબ”ની રચના કરવામા આવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

કોલેજમાં સપ્તધારા અંતર્ગત વિવિધ ધારાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે અંતર્ગત “નાટ્ય ધારા”નિમિત્તે “નાટ્ય ક્લબ” ની રચના કોલેજના પ્રિન્સીપાલ ડો. વિપુલ ભાવસાર માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્કૃત વિભાગના પ્રા. ડો. કાજલબેન પટેલે પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમના પ્રારંભમાં મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક કિરણસિંહ રાજપુતે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમજ “નાટ્ય ક્લબ”નો શુભારંભ કરાવ્યો હતો. ક્લબ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતાં જુદા જુદા વિષયના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ પણ રજૂ કરી હતી. ક્લબ બનાવવાનો આશય એ છે કે જે વિદ્યાર્થી શીખ્યો હોય તે અન્ય વિદ્યાર્થીઓને શીખવાડી શકે, તે ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ધારાઓના કોર્ડીનેટરોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી આશીર્વચન આપ્યું હતુ. આ ક્લબમા નામ નોંધાવેલ ૬૦ વિદ્યાર્થીઓમાંથી ૪૦ વિદ્યાર્થીઓની આખરી પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાટ્ય ધારાના કો.ઓર્ડીનેટર ડો. ગણેશ નિસરતા એ કર્યું હતું. અંતમાં આભારવિધિ સપ્તધારાના કો-ઓર્ડિનેટર પ્રા. હિંમતસિંહ મકવાણાએ કરી હતી.વિવિધ વિષયના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિના લીધે કાર્યક્રમ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here