શહેરા શિક્ષણ પરિવાર દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓ વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત ગુજરાતી ભાષાનું મહત્વ સમજે તે અંતર્ગત બી.આર.સી.કો.ઓર્ડીનેટર, સમગ્ર શિક્ષા, શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશનના માધ્યમથી વર્ચ્યુઅલ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય વક્તા તરીકે દેવલિયા પ્રા.શાળાના આચાર્ય, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, બાળ કવિ વિનોદભાઈ ત્રિવેદી દ્વારા માતૃભાષાના મહત્વ સમજાવવા અનેક સર્જકોના સાહિત્યની વાત કરી તેના ગૌરવ વિશે સમજાવ્યું હતું. જેમાં શહેરા તાલુકાના (30000) ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ, 1500 જેટલા શિક્ષકો તેમજ સમગ્ર શિક્ષા, સ્ટાફ જોડાઈને માતૃભાષા દિવસ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડૉ.કલ્પેશ આર.પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here