શહેરા બસ સ્ટેશનમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા સ્પિરિટ સ્ટ્રેન્થ સ્કિલ સ્ટેમિના અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

વાત કરીએ તો વાહન વ્યવહાર મંત્રી દ્વારા ઉચ્ચ મેનેજમેન્ટને સંચાલિત થતા નિગમના વાહનોની કંડીશન તેમજ બસ સ્ટેશન નોની સફાઈ બાબતે વ્યવહાર મંત્રી દ્વારા કડક સૂચના આપી હતી.
તેના અનુસંધાનમાં એસ.ટી.વિભાગીય પંચમહાલ ગોધરા દ્વારા દરેક ડેપો,બસ સ્ટેશન,કન્ટ્રોલ પોઇન્ટ, ખાતે સ્વચ્છતા અને વિકાસ એક નવું બસસ્ટેશન,મેરી શાન સ્વચ્છ બસ સ્ટેશન/સ્વચ્છ બસ ઝુંબેશ અંતર્ગત ૦૨/૧૨/૨૩ થી લઈ ૩૧/૧૨/૨૩ સુધી આખા માસ દરમિયાન દરેક ડેપો,કન્ટ્રોલ પોઇન્ટની સાફ સફાઈ અભિયાન ભાગ રૂપે શહેરા નગરપાલિકા આમંત્રિત મહેમાન તરીકે ભાજપના મગનભાઈ પટેલીયા, સંજયભાઈ, લઘુમતીના સંમદખા પઠાણ, વોર્ડ નં 05 ના સભ્ય અમીનખા, પાલિકા પ્રમુખ સહિત હાજર રહ્યા શહેરા બસ સ્ટેનના કન્ટ્રોલ પોઇન્ટના દિનેશભાઈ પંચાલ દ્વારા શહેરા બસ સ્ટેશનમાં સાફ સફાઈ ઝુંબેશ ને લઈ ને ભાજપના કાર્યકર્તા સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા શહેરા બસ સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી અને વધુમાં બસ સ્ટેશનમાં કન્ટ્રોલ પોઇન્ટ તેમજ વાહનોમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા બેનર હેઠળ
સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી અને આમ શહેરા બસ સ્ટેશનની સ્વચ્છતા ઝુંબેશ, અને જરૂર માર્ગદર્શન આપ્યુ,શહેરા બસ સ્ટેન્ડમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here