શહેરા નગરપાલિકા હોલ ખાતે વિકસિત ભારત સંક્લ્પ યાત્રા કાર્યક્રમ અંતગર્ત 17 કરોડના વિકાસના કામોનુ લોકાપર્ણ અને ખાતમુર્હુત કરાયું

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરાનગરપાલિકા હોલ ખાતે વિકસિત ભારત સંક્લ્પ યાત્રા કાર્યક્રમ અંતગર્ત 17 કરોડના વિકાસના કામોનુ લોકાપર્ણ અને ખાતમુર્હુત કરવામા આવ્યુ હતુ. શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામા આવ્યા હતા.સાથે નગરપાલિકાના પંટાંગણમાં પણ સેવાસેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો.
પંચમહાલ જીલ્લામા વિકસિત ભારત સંકલ્પયાત્રા ફરી રહી છે. પંચમહાલ જીલ્લાના શહેંરા ખાતે પાલિકાના ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. તેમજ 17 કરોડ઼ના વિકાસના કામોનુ લોકાપર્ણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. સાથે સેવાસેતુ પણ કાર્યક્રમ યોજાયો હતો. જેઠાભાઈ ભરવાડના હસ્તે દિપ પ્રાગ્ટય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો,ત્યારબાદ ધારાસભ્યનુ તલવાર સાફો પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવનારા લાભાર્થીઓએ પોતાના મંત્વયો રજુ કર્યા હતા. સાથે સાથે પીએમએજેવાય સહિતના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામા આવ્યા હતા. સાથે વિકાસકામોની તકતી અનાવરણ કરવામા આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓ,તાલુકા વહિવટીતંત્રના અધિકારીઓ, તાલુકા પ્રમુખ પુંજીબેન ચારણ, ભાજપના અગ્રણીઓ, શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાથી આવેલી જનતા ઉપસ્થિત રહી હતી.ભારત સકલ્પ યાત્રા રથ પર વિકાસયાત્રાની ફિલ્મ દર્શાવામા આવી હતી.શહેરા રામજી મંદિર ખાતે નીકળેલી અક્ષતયાત્રામાં ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ મનમુકીને ઝુમતા જોવા મળ્યા હતા. આ યાત્રામા શહેરાનગરમાંથી મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here