શહેરા તાલુકામા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લામા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.શહેરા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી કાઢી હતી,પંરપરાગત વસ્ત્રો અને પરિધાન અને હાથમા તીરકામઠી ભાલા સાથે મોટી સંખ્યામા શહેરા તાલુકામાથી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. પરંપરાગત ટીમલી ગફુલી નૃત્યમાં ઝુમતા નજરે પડ્યા હતા.
9મી ઓગસ્ટનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવામા આવે છે.પંચમહાલ જીલ્લામા રહેતા આદિવાસી સમાજમા પણ આ દિવસને લઈને અનોરો થનગનાટ જોવા મળે છે.પંચમહાલના તમામ તાલુકાઓમાં આ દિવસની ઉજવણી કરવામા આવી હતી.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા પણ આદિવાસી સમાજ વર્ષોથી વસવાટ કરે છે. શહેરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શહેરાનગરના બસ સ્ટેશન ખાતેથી ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. રેલી બસ સ્ટેશનથી સિંધી ચોકડી અણિયાદ ચોકડી થી થઈ પરત બસ સ્ટેશનથી ગોધરા તરફ આગળ વધી હતી. આ રેલીમાં મોટી સંખ્યામા શહેરા અને અન્ય તાલુકામાથી આદિવાસી સમાજ ઉમટી પડ્યો હતો.ખાસ કરીને પંરપરાગત વસ્ત્રોમાં નજરે પડ્યા હતા ડી.જે પર પણ આદિવાસી ગીતો પર ઝુમતા નજરે પડ્યા હતા.કેટલાક યુવાનો હાથમા તલવાર,ભાલા,તીરકામઠા સાથે ઝુમતા નજરે પડ્યા હતા. અને સમગ્ર હર્ષોલ્લાસ સાથે આદિવાસી પર્વની ઉજવણી કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here