શહેરા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારી પ્રક્રિયાની કામગીરી પૂર્ણ…સરપંચ માટે ૨૭૨ અને વોર્ડ સભ્ય માટે ૧૦૩૧ જેટલા ઉમેદવારો મેદાનમાં…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાની ગ્રામ પંચાયત નું ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે મંગળવારના રોજ સરપંચ માંથી ૧૩૪ જ્યારે વોર્ડ સભ્યો માંથી ૧૧૯ એ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા સાથે સરપંચ મા ૨૭૨ અને વોર્ડ સભ્યમા ૧૦૩૧ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહયા હતા.આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસાકસી ભરી રહશે…

આગામી ૧૯ ડિસેમ્બરના રોજ શહેરા તાલુકાની ૫૭ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે છ ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ૫૭ ગ્રામ પંચાયતોમા જેમાં સરપંચના ૪૨૨ ઉમેદવારો પૈકી ૧૬ સરપંચના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. ૧૨૦૬ ઉમેદવારોએ સભ્યપદ માટે પોતાના ફોર્મ ભર્યા હતા. જે પૈકી 56 સભ્યોના ઉમેદવારીપત્ર રદ થયા હતા. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પોતાની ઉમેદવારી નોંધાવી હતી જોકે પોતે બિન હરીફ બને તે માટે દોડધામ કરવા છતાં ૭મી ડિસેમ્બર ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે સરપંચ માંથી ૧૩૪ જ્યારે વોર્ડ સભ્યો માંથી ૧૧૯ એ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા સાથે સરપંચ મા ૨૭૨ અને વોર્ડ સભ્યમા ૧૦૩૧ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહયા હતા. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકમાત્ર તાડવા ગ્રામ પંચાયત સમરસ બની હતી.જ્યારે અણીયાદ, ખોજલવાસા, સુરેલી, નાંદરવા સહિત અન્ય ૧૨જેટલી ગ્રામ પંચાયત માં સરપંચ મા ૪ કરતાં વધુ ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહયા છે. ગોકુળપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત ૬ જેટલા વોર્ડ સભ્યો બિન હરીફ થતા એકમાત્ર વોર્ડ નંબર ૩ મા સભ્યની ચુંટણી યોજાવા જઈ રહી છે. તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ થતાં ચૂંટણી તંત્ર દ્વારા હવે પોતાની તૈયારી માં લાગી જવા સાથે ઉમેદવારો પણ જીતવા માટે મતદારોને રિઝવવા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા સાથે ચિન્હો પણ મેળવી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here