શહેરા તાલુકાના સુરેલી ગામના ૧૯ વર્ષીય યુવકનું કુવામાં પડી જતા મોત

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

કુવામાંથી પાણી ખેંચતી વખતે યુવકને અચાનક ખેંચ આવતા કુવામાં પડ્યો હતો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામના ડુઝેરી ફળિયામાં રહેતા ભારતસિંહ ઉદેસિંહ બારીયાનો ૧૯ વર્ષીય પુત્ર મિતુલ કુવામાં ગરઘળી વડે પાણી ખેંચતો હતો ત્યારે આ મિતુલ અસ્થિર મગજનો હોય અને તેને ખેંચ આવતી હોવાથી તેને અચાનક કુવામાંથી પાણી ખેંચતી વખતે ખેંચ આવતા કુવામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું, ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કુવામાં પડેલ યુવકના મૃતદેહને બહાર કઢાવી શહેરા ખાતે પી.એમ. માટે મોકલી આપ્યો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here